ETV Bharat / city

Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસે માત્ર 4 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી - લક્ષ્મીધામ સોસાયટી સુરત

ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસે (Grishma Vekariya Murder Case) 4 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ દ્વારા અઢી હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તો સાક્ષીઓનું નિવેદન જે તે સ્થળે જઈને લેવામાં આવ્યું હોય તેવું પ્રથમવાર આ કેસમાં બન્યું છે.

Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસે માત્ર 4 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

author img

By

Published : Feb 22, 2022, 6:43 PM IST

સુરત: પાસોદરા ગ્રીષ્મા હત્યા મામલે (Grishma Vekariya Murder Case) કામરેજ પોલીસે (Kamrej Police Surat) હત્યારાની ધરપકડના માત્ર 4 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ (Chargesheet By Kamrej Police) દાખલ કરી છે. ગ્રીષ્માને ઝડપી ન્યાય મળી શકે એ માટે કામરેજ પોલીસે માત્ર 4 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી એક ઉદાહરણ રજૂ કર્યું છે. પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્માની હત્યા (Murder In Pasodara) કરનાર ફેનીલ હાલ જેલના સળિયા પાછળ છે. આ મામલે સુરત કામરેજ પોલીસે તેની ધરપકડના માત્ર 4 દિવસ બાદ જ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે.

કામરેજ પોલીસે માત્ર 4 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી એક ઉદાહરણ રજૂ કર્યું છે.

આ પણ વાંચો: Pasodara Murder Case : કઠોર કોર્ટે આરોપી ફેનીલને લાજપોર જેલમાં મોકલી આપ્યો

SITની રચના કરવામાં આવી હતી

કામરેજ તાલુકાના ખોલવડ ગામ (Kholvad Village Pasodara)ની હદમાં પાસોદરા પાટીયા પાસે આવેલી લક્ષ્મી ધામ સોસાયટી (Laxmidham society surat)માં રહેતી 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની કાપોદ્રામાં રહેતા ફેનીલ પંકજભાઇ ગોયાનીએ ગળાના ભાગે ચપ્પુ મારીને ઘાતકી હત્યા કરી નાંખી હતી. હત્યાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઝડપી ન્યાય મળે એ માટે SITની રચના કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ એસીપી બીકે વનારના માર્ગદર્શનમાં કરાઈ હતી.

આ પણ વાંચો: Grishma Vekariya Murder Case: પાસોદરા ખાતે થયેલી યુવતીની હત્યાનો મામલો, મૃતક યુવતીના પરિવારને મળ્યા કોંગ્રેસ નેતાઓ

190 સાક્ષી અને 27 આઈ વિટનેસની જુબાની

આ સમગ્ર ઘટના અંગે સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડ્યને જણાવ્યું હતું કે, પ્રથમ વાર છે કે સાક્ષીઓનું નિવેદન જે તે સ્થળે જઈને લેવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ (Grishma Vekariya Murder Accused)ના માત્ર 4 દિવસ બાદ જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અઢી હજાર પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરાઇ છે, જેમાં 190 સાક્ષી અને 27 આઈ વિટનેસની જુબાની લેવાઇ છે. દસ્તાવેજી પુરાવા 188 છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.