ETV Bharat / city

Greenman Viral Desai Awarded in Dubai : ગ્લોબલ એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટીઝન એવોર્ડથી સન્માનિત ગુજરાતી - ગ્રીનમેન વિરલ દેસાઈ દુબઇમાં એવોર્ડથી સન્માનિત

સુરતના ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈને દુબઈમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડથી (Greenman Viral Desai Awarded in Dubai ) સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્લોબલ એનવાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટિઝન એવોર્ડ (Global Environment and Climate Action Citizen Award 2021) મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય બન્યાં છે.

Greenman Viral Desai Awarded in Dubai : ગ્લોબલ એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટીઝન એવોર્ડથી સન્માનિત ગુજરાતી

author img

By

Published : Dec 27, 2021, 7:33 PM IST

સુરતઃ વિરલ દેસાઈને દુબઇની પામ એટલાન્ટિસ હૉટેલ ખાતે ક્લાયમેટ એક્શન માટે સન્માનિત (Greenman Viral Desai Awarded in Dubai )કરાયાં હતાં. આ સમારંભમાં ભારત, બ્રિટેન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, પેરીસ અને મલેશિયા સહિત અગિયાર દેશોના વિજેતાઓ હાજર રહ્યાં હતાં. યુએઈના ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ શેખ અવાદ મોહમ્મદ મુજરીન આ અવરસે વિશેષરૂપે (Global Environment and Climate Action Citizen Award 2021) હાજર રહ્યાં હતાં.

28 મહાનુભાવોને એનાયત થયું ભારત ગૌરવ સન્માન

ઉલ્લેખનીય છે કે ગત 23મી ડિસેમ્બરે દુબઈમાં ‘સંસ્કૃતિ યુવા સંસ્થાન’ના પંડિત સુરેશ મિશ્રા દ્વારા આંતરાષ્ટ્રીય સ્તરના ભારત ગૌરવ સન્માનનું આયોજન કરાયું હતું. જેમાં ભારતની તેમજ વિદેશની 28 હસ્તીઓને ભારત ગૌરવ સન્માન એનાયત (Global Environment and Climate Action Citizen Award 2021) કરાયું હતું. આ યાદીમાં મોટીવેશનલ સ્પીકર પદ્મશ્રી ગૌર ગોપાલદાસ, પોલો પ્લેયર અશ્વિનીકુમાર શર્મા, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન પદ્મશ્રી મધુ પંડિત દાસ, સંગીતકાર પદ્મભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પદ્મશ્રી રામકિશોર છીપા, નિર્ભયાની માતા આશાદેવી અને ડચ બેન્કના સીઈઓ સાકેત મિશ્રા જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ National Masters Athletics In Varanasi: સુરતના 92 વર્ષીય દાદાએ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો

પર્યાવરણ સંરક્ષણ માટેના આ આંતરરાષ્ટ્રીય સન્માન

સુરતના ગ્રીનમેન વિરલ દેસાઈએ (Greenman Viral Desai Awarded in Dubai )આ સંદર્ભે કહ્યું હતું, ‘પ્રકૃતિસેવા આપણને કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકે છે. આપણે માત્ર પ્રકૃતિમાં શ્રદ્ધા રાખવાની છે અને પ્રકૃતિ જતન માટે તનમન અને ધનથી મહેનત કરવાની છે. બાકી બધુ આપોઆપ થતું હોય છે. મને આ રીતે મને ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે. પર્યાવરણ સંરક્ષણ માટેના આ આંતરરાષ્ટ્રીય સન્માન માટે મને યોગ્ય ગણવા માટે ભારત ગૌરવની ટીમ તેમજ પંડિત સુરેશ મિશ્રાજીનો અત્યંત આભારી છું.’

આ પણ વાંચોઃ GST Protest in Surat Traders 2021 : જીએસટીના ભારને લઇને સુરતના ટેક્સટાઇલ વેપારીઓ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન

ગ્રીન ઉધના મોડેલ સ્ટેશનની માહિતી લીધી

ઉલ્લેખનીય છે કે દુબઈમાં યોજાયેલા સમારંભમાં વિરલ દેસાઈએ (Greenman Viral Desai Awarded in Dubai ) ગર્વપૂર્વક ગાંધી ટોપી પહેરીને સન્માન (Global Environment and Climate Action Citizen Award 2021) સ્વીકાર્યું હતું, જે અનેક વિદેશી મહેમાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અનેક વિદેશી માંધાતાઓ તેમજ ભારત ગૌરવ વિજેતાઓએ વિરલ દેસાઈ પાસે ગ્રીન સુરતના ઉધના મોડેલ સ્ટેશનની માહિતી લીધી હતી અને ભારતમાં વધુ ને વધુ વૃક્ષારોપણ થાય અને એન્વાર્યમેન્ટલ મોડેલ્સ તૈયાર થાય એ માટે એમઓયુ કરવાની તૈયારી દાખવી હતી.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.