ETV Bharat / city

સુરતમાં પ્રદૂષણના નિયમોનો ભંગ કરનારી કંપનીઓને GPCBની ક્લોઝર નોટિસ - સુરતમાં પ્રદૂષણ

સુરતની GPCB કચેરી દ્વારા આળસ ખંખેરી સચિન GIDCમાં પ્રદૂષણ ઓકતી ઉધના લક્ષ્મીનારાયણ એસ્ટેટમાં આવેલી ત્રણ કંપનીઓ સામે લાલ આંખ કરીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે હવે પ્રદૂષણના નિયમોનો ભંગ કરનારી કંપનીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

surat
surat
author img

By

Published : Mar 8, 2021, 8:27 AM IST

Updated : Mar 8, 2021, 12:28 PM IST

  • સચિન અને ઉધનાની ચાર કંપનીઓને પ્રદૂષણના મામલે GPCBની ક્લોઝર નોટિસ
  • પ્રદૂષણના નિયમોનો ભંગ કરનારી કંપનીઓના સંચાલકોમાં ફફડાટ
  • તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી કંપનીને બંધ કરવામાં આવી

સુરત: લાંબા સમયથી સુપુપ્ત સુરતની GPCB કચેરી દ્વારા આળસ ખંખેરી સચિન GIDCમાં પ્રદૂષણ ઓકતી ઉધના લક્ષ્મીનારાયણ એસ્ટેટમાં આવેલી ત્રણ કંપનીઓ સામે લાલ આંખ કરીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે GPCB પ્રાદેશિક અધિકારી પરાગ દવે જણાવ્યું હતું કે, પર્યાવરણને નુકસાન કરતી સચીન GIDC ખાતે આવેલી જેબીસી બ્રિક્સ કંપનીને એન્વાયરમેન્ટ ક્લોઝર બનાવવામાં આવ્યું છે. આ કચેરી એન્વાયરન્મેન્ટની સરેઆમ અવગણના કરવામાં આવી હતી. તેવી જ રીતે ઉધના લક્ષ્મીનારાયણ એસ્ટેટમાં આવેલી કમલા પ્રોસેસ, આહેદ સિલ્ક મિલ્સ અને બૈધ સિન્થેટિક અને વોટર પોલ્યુશન એક્ટ હેઠળ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. આ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી સીધુ ખાડીમાં જોડવામાં આવતું હતું.

આ પણ વાંચો: વાયુ પ્રદૂષણ મામલે અમદાવાદ માટે રોલમોડલ બન્યું સુરત

તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી કંપનીને બંધ કરવામાં આવી

આ કંપનીઓએ લોકોના જાનમાલ ઉપર જોખમ થાય તે હદે વોટર પોલ્યુશન જાહેરમાં કરી નાખ્યું હતુ. GPCB ને ફરિયાદ મળતાં તપાસ કરવામાં આવી હતી. તપાસનો અહેવાલ GPCBએ વડી કચેરીને કર્યો હતો. GPCB તપાસ દરમિયાન પાણીના સેમ્પલ પણ એકત્ર કર્યા હતા. તપાસમાં આ કંપનીઓ દ્વારા પર્યાવરણ સાથે ગંભીર ચેડા થઇ રહ્યા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી કંપનીને બંધ કરવામાં આવી હતી.

Last Updated : Mar 8, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.