ETV Bharat / city

ભગવાનના વાઘાં જોઈને આપ પણ બોલી ઉઠશો 'OH MY GOD' - 12 ઇંચની સોનાની વીંટી

સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 (Global Patidar Business Summit 2022 ) શરુ થઇ ગઇ છે. ત્યારે અહીં આવનારા લોકો માટે મોટા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે પ્રેમવતી ગોલ્ડ દ્વારા બનાવાયેલાં ચાંદીના ગોલ્ડ પ્લેટેડ વાઘા (Vagha from 36 kg of silver) અને સોનાની મોટી વીટી (12 Inch Gold Ring) જે નિહાળીને તમે પણ બોલી શકો છો 'OH MY GOD'.

ભગવાનના વાઘાં જોઈને આપ પણ બોલી ઉઠશો 'OH MY GOD'

author img

By

Published : Apr 29, 2022, 7:58 PM IST

Updated : May 2, 2022, 10:41 AM IST

સુરત : ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022માં (Global Patidar Business Summit 2022 ) 36 કિલો ચાંદીના ભગવાનના અદભૂત વાઘા જોઈ સુરતીઓ આશ્ચર્યમાં મૂકાઇ ગયાં છે. એટલું જ નહીં, 12 ઈંચની સોનાની વીંટીએ પણ આકર્ષણ જમાવ્યું છે. જેની કિંમત સાંભળીને દરેક સ્તબ્ધ થઈ જાય એમ છે.

લોકો માટે મોટા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે પ્રેમવતી ગોલ્ડ દ્વારા બનાવાયેલાં ચાંદીના ગોલ્ડ પ્લેટેડ વાઘા

95 દિવસમાં બનાવ્યાં ભગવાનના અદભૂત વાઘા - સુરતના સરસાણા ખાતે તા.29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 (GPBS2022 )યોજાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટ અને એક્ઝિબિશનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું છે. ગુજરાત પાટીદાર બિઝનેસ સમિટ 2022માં કંઈક નવું આપવાના આગ્રહ સાથે પ્રેમવતી ગોલ્ડ દ્વારા 36 કિલો ચાંદીના ભગવાનના વાઘા બનાવવામાં આવેલ છે. જેને 18 કારીગરોએ 95 દિવસમાં બનાવ્યા છે. આ કારીગરો ભગવાનના અલંકારો પૂરી ભક્તિ ભાવના સાથે બનાવતા હોવાથી ખૂબ જ ધન્યતા અનુભવે છે અને ઘરેણાં ખૂબ જ આકર્ષક બનાવી રહ્યા છે.

18 કેરેટની આ મસમોટી વીટીં જોઇ? - ભગવાનના વાઘા સાથે મસમોટી સોનાની વીંટીએ પણ આકર્ષણ જમાવ્યું છે. આમ તો આપે અનેક વીંટી જોઈ હશે જે આંગળીમાં ફિટ બેસી જાય એવી હોય છે. પરંતુ 12 ઇંચની અને 400 ગ્રામ વજનની આ વીંટી 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરાઈ છે. જેને લોકો આંગળીમાં તો પહેરી શકે એમ નથી, પણ હાથમાં લઇ સંતોષનો અનુભવ કરી શકે છે.

400 ગ્રામની વીંટી
400 ગ્રામની વીંટી

આ પણ વાંચોઃ પાટીદારોએ ભગવાનને આપ્યો અનોખો ઉપહાર

વીંટીની કિંમત 22 લાખ રૂપિયા - સોનાની વીંટીને લઇ તેઓએ જણાવ્યું હતું કે આ વીંટી ઇન્વેસ્ટમેન્ટ માટે લોકોને ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ વીંટી લોકોને આકર્ષિત કરવા માટે એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તેેના મધ્યમાં ભૂરા રંગના ડાયમંડ મૂકવામાં આવ્યા છે. આ વીંટી 18 કેરેટમાં તૈયાર કરાયેલ છે જેની કિંમત 22 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ સુરતમાં આ તારીખે યોજાશે Global Patidar Business Summit 2022

મીના કારીગરી કરવામાં આવી છે -પ્રેમવતી ગોલ્ડના માલિક જિગ્નેશ લકડે જણાવ્યું હતું કે બંગાળના કારીગરો દ્વારા ભગવાન સ્વામિનારાયણના વાઘા 36 કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. મજૂરી સાથે તેની કિંમત 44 લાખ રૂપિયા છે. આ સંપૂર્ણપણે ગોલ્ડ પ્લેટેડ છે. આ વાઘામાં મીના કારીગરી કરવામાં આવી છે અને અમેરિકન ડાયમંડથી સુશોભિત કરાયા છે. આ વાઘા સ્વામિનારાયણ મંદિરમાં આપવામાં આવશે. વધુ આકર્ષિત બનાવવા માટે અમે પરંપરાગત ડિઝાઇન વાપરી છે. જેમાં હાથી, ફૂલ અને મોરની વધુ ડિઝાઇન મૂકવામાં આવી છે.

Last Updated : May 2, 2022, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.