સુરત : આગામી દિવસોમાં ભારતમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે NDAના ઉમેદવાર દ્રોપદી મૂર્મુના સમર્થન માટે સુરતની એક 13 વર્ષીય દીકરીએ સુરત વતી ઝૂંબેશ ચલાવી છે અને મૂર્મુના સમર્થન (book on Draupadi Murmu) માટે સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને અપીલ કરી છે.
દ્રોપદી મૂર્મુ પર પુસ્તકઃ 13 વર્ષીય બાળા ભાવિકા માહેશ્વરીએ આ માટે દ્રોપદી મૂર્મુ પર સંકલન કરી એક પુસ્તક (Surat girl make Book on Draupadi Murmu) બનાવ્યું છે. આ પુસ્તક સ્પીડ પોસ્ટ અને ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને મોકલી (book sent it to Sonia Gandhi Mamata Banerjee) સમર્થન માટેની અપીલ કરી છે. પુસ્તક સાથે એવો સંદેશો પણ મોકલ્યો છે કે, આપ દ્રોપદી મૂર્મુને મત આપી આદિવાસી સમાજ અને મહિલાઓનું સન્માન કરી દેશ સમક્ષ એક દાખલો બેસાડો.
આ પણ વાંચોઃ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ, ભાજપના ધારાસભ્યો સાથે કરી મુલાકાત
ઝૂંપડીમાં જન્મ લઈ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવું એ જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ખૂબસૂરતી છે. સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર માટે મૂર્મુ (Draupadi Murmu History)એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગરીબી અને સંઘર્ષો સામે લડીને મૂર્મુ રાષ્ટ્રપતિ બને છે તો વિશ્વમાં એક સકારાત્મક સંદેશ જશે અને સ્ત્રી સશકિતકરણને પણ બળ મળશે. ભાવિકાએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election 2022) બાદ આ હિન્દી મોટીવેશનલ બુક પ્રિન્ટ કરી વિમોચન કરવામાં આવશે. સાથે જ ઈંગ્લીશ, ગુજરાતી અને ઉડિયા ભાષામાં પણ પ્રકાશિત કરવામાં આવશે.
સૌથી નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા: ઉલ્લેખનીય છે કે, ભાવિકા માહેશ્વરીને અભિનેત્રી અમીષા પટેલ અને અભિનેતા તેમજ સાંસદ મનોજ તિવારીના હસ્તે તાજેતરમાં જ ગ્લોબલ ઇન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ (Global India National Excellence Award) એનાયત થયો છે. ભાવિકાએ સૌથી નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે રામકથા દ્વારા 52 લાખ રૂપિયાની સમર્પણ રાશિ ભેગી કરી હતી. આ ઉપરાંત લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ 3150 કેદીઓ સમક્ષ વિચાર શુદ્ધિ કથા કરી હતી. હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં કથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે.
આ પણ વાંચોઃ Monsoon Session 2022: આજે સર્વપક્ષીય બેઠક, સત્તા-વિપક્ષ આ બાબાતો પર હશે આમને-સામને
10 હજાર જેટલા બાળકોને પબજી અને મોબાઈલ અડિકશન અંગે જાગૃત કરી ચૂકી છે. મોસ્ટ પીપલ ઈન સ્પીચ રેલયમાં ગિનીઝ બુક રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા ભાવિકાએ આજ કે બચ્ચે કલ કા ભવિષ્ય પુસ્તક લખી છે. કોવીડ આઇસોલેશન સેન્ટરમાં જઈ મોટીવેશનલ સ્પીચ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત કરવાનું કાર્ય પણ કર્યું છે. ભાવિકા ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફોરમની ફાઉન્ડર પણ છે.