- પ્રમુખ કેતન પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
- ખાંડનું લોકલ બજાર 50 ટકા જેટલું નીચું ગયું
- સંસ્થાએ 2019- 20 દરમિયાન 8.35 લાખ કવિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું
સુરત: શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના પ્રમુખ કેતન પટેલે જણાવ્યુ હતું કે, હાલમાં કોરોના મહામારીને લઈ ખાંડનું લોકલ બજાર 50 ટકાથી નીચે જતું રહ્યું હોવાથી દરેક સુગર ફેક્ટરીઓને બફર સ્ટોકનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતમાં શેરડીની ગત સિઝનની કાંપણી દરમિયાન પણ મજૂરો વતન તરફ જતાં રહ્યાં હતા, ત્યારે આ વર્ષે પણ હાલમાં કોરોના કેસોની સંખ્યા વધતાં મજૂરો ધીમે ધીમે ઘટી રહ્યા છે.
આ પણ વાંચો : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક યોજાઈ
સંસ્થાનું 363 કરોડનું ટર્ન ઓવર
ચલથાણ સુગર ફેક્ટરીની 52મી સાધારણ સભામાં કેતન પટેલે જણાવ્યુ હતું કે, સંસ્થા 363 કરોડનું ટર્ન ઓવર કરે છે. સંસ્થામાં ગત પીલાણ સિઝન દરમિયાન 8,02,776.560 મે. ટન શેરડીનું પીલાણ કરી 8,35,000 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરી 10.32 ટકા રિકવરી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત સંસ્થાએ 92.64 લાખ લિટર રેક્ટીફાઇડ સ્પિરિટ 41.30 લાખ લિટર ઇથેનોલ તથા 26,017 મે. ટન બાયોકંપોસ્ટ ખાતર, 16,920 કલ્યાણ કમ્પોઝ ખાતરની બેગ તથા 3334 વર્મીકમ્પોઝ ખાતર બેગનું ઉત્પાદન કર્યું હતું.
આ પણ વાંચો : જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી, 35 વિકાસ કામોને કરાયા મંજૂર
2019- 20ના વર્ષમાં એકર દીઠ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
કેતન પટેલે જણાવ્યું હતું કે, શેરડીમાંથી ઉત્પાદન થતી ખાણ મોલાસિસ, આલ્કોહોલ કે ઇથેનોલના ઉત્પાદન પર સરકારનું નિયંત્રણ છે. જ્યારે ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે નવા રસ્તા શોધવા પડશે. સુગર ફેક્ટરીએ પીલાણ સિઝન 2019-20 દરમિયાન 2.060 મે.ટન એકર દીઠ ઉત્પાદનમાં વર્ષ 2018- 19ની સાલ કરતાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ચલથાણ સુગર ફેક્ટરીને ગત સિઝન દરમિયાન મોડીફિકેશનને લઈને કેટલીક ટેકનિકલ અગવડો ઊભી થઈ હતી. જોકે ચાલુ સિઝન દરમિયાન આ અગવડોમાં સતત ઘટાડો આવી રહ્યો છે.