- પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઝંખવાવમાં ઉજવણી થઈ
- પૂર્વ વનપ્રધાન ગણપત વસાવા રહ્યાં ઉપસ્થિત
- સરકારી હોસ્પિટલના દર્દીઓને કર્યું ફ્રૂટ વિતરણ
સુરતઃ પૂર્વપ્રધાન ગણપત વસાવાએ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઝંખવાવ હોસ્પિટલમાં ઉજવણી કરી હતી. જેમાં તેમણે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું.
આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે જે નિમિતે રાજ્યમાં તેમજ સુરત જિલ્લામાં અનોખી રીતે ઉજવણી થઈ રહી છે. ત્યારે હાલ તાજેતરમાં સરકારમાંથી પડતા મુકાયેલા સરકારના પૂર્વ વન, પ્રવાસનપ્રધાન અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ માંગરોળના ઝંખવાવ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ કરી ઉજવણી કરી હતી. તેમજ દર્દીઓ વહેલા સાજા થાય તે માટે આશ્વાસન આપ્યું હતું. કાર્યક્રમમાં તેમની સાથે સ્થાનિક ભાજપ આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ Happy Birthday PM: સુરતના એક કલાકારે MS મેટલથી PM Modiની થ્રીડી ઈમેજવાળી ફ્રેમ બનાવી
આ પણ વાંચોઃ મેગા વેક્સિનેશન ડ્રાઈવ એ વડાપ્રધાન મોદી માટે રિટર્ન ગિફ્ટ: પિયુષ ગોયલ