ETV Bharat / city

સુરતમાં 2 સમાજના ઘરોમાં ચોરી કરનારી ગેંગની ધરપકડ - gujrat news

સુરતમાં મોજશોખ માટે 2 સમાજના મકાનો શોધી નોકરી કરતા ચોર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ સફાઈ અને રસોઈના બહાને ઘરમાં તિજોરી અને રુપિયા રાખવાની જગ્યા તેમજ ચાવી રાખવાની જગ્યા જાણી ચોરી કરતી હતી. જેથી શહેર ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે.

A gang of burglars was caught in the houses of Jain-Agarwal community in Surat
સુરતમાં જૈન-અગ્રવાલ સમાજના ઘરોમાં ચોરી કરનારી ટોળકી ઝડપાઇ
author img

By

Published : Nov 5, 2020, 5:17 PM IST

Updated : Nov 5, 2020, 6:31 PM IST

  • પોશ વિસ્તારોમાં 2 સમાજના ઘરોમાં ચોરી
  • સુરત ક્રાઇમબ્રાન્ચે આરોપી ગેંગની કરી ધરપકડ
  • ક્રાઇમબ્રાન્ચે આરોપી સાથે 1,55,000નો મુદામાલ જપ્ત કર્યો

સુરતઃ રાજ્યમાં ચોરી, હત્યા, અપહરણ, દુષ્કર્મ જેવી ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે સુરક્ષા કર્મીઓ એટલે કે પોલીસ, એલસીબી, ક્રાઈમ બ્રાન્ચના તમામ કર્મીઓ હરકતમાં આવ્યા છે. સુરતમાં પણ છાસવારે ગુનાખોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શહેરના પોશ વિસ્તારોમાં 2 સમાજના ઘરોમાં ચોરી કરતી આરોપી ગેંગની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ આરોપીઓ જોધપુર રાજસ્થાનના રહેવાસીઓ છે.

સુરતમાં 2 સમાજના ઘરોમાં ચોરી કરનારી ગેંગની ધરપકડ

11 દિવસમાં 6 લાખ રોકડની ચોરી

પોલીસે ધરપકડ કરેલા આ ચોર શહેરના પોશ વિસ્તારોમાં 2 સમાજના ઘરોમાં નોકર તરીકે કામ કરી ઘરની તમામ ગતિવિધિઓ અને કિંમતી સામાન પર નજર રાખે છે. બાદમાં મોકો મળે ત્યારે તિજોરીની ચાવી લઈ કિંમતી સામાનની ચોરી કરી નાસી જાય છે. ગત 11 દિવસમાં આ ચોરોએ 6 લાખની ચોરી કરી છે. જેથી સુરત ક્રાઈમબ્રાન્ચે આ આરોપી ગેંગની મહારાષ્ટ્રના અમરાવતી પાસેથી ધરપકડ કરી છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે ગેંગ પાસેથી 1,44,000 રોકડ, બે ATM કાર્ડ અને 3 મોબાઇલ સહિત 1,55,000નો મુદામાલ જપ્ત કર્યો છે. આ ગેંગે શહેરના ઉમરા-8, ખટોદરા-1 અને મહિધરપુરા-1 પોલીસની હદમાં આવેલા 10 ઘરોમાંથી ચોરી કરી છે.

સફાઈ કર્મીને 15,000 પગારે રાખ્યો હતો

આ આરોપીને 9 ઓક્ટોબરે મિલ માલિકે 20 દિવસ માટે બંગલાની સાફ-સફાઈ કરવા નોકરી આપી હતી. આ કામ માટે 15,000 રુપિયા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ આ ચોરે 11 દિવસમાં 6 લાખની ચોરી કરી હતી. આ ચોરે 11 વર્ષમાં સિટીલાઇટ, VIP રોડ, ઘોડદોડ રોડ, ન્યૂ સિટીલાઇટ, વેસુ, ભટારમાં ચોરી કરી હતી. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Nov 5, 2020, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.