- સુરતમાં સરકારી શાળામાં કરવામાં આવે છે ઓર્ગેનિક ખેતી
- દરેક પ્રકારના શાકભાજી ઉગવવામાં આવે છે
- શાળાની અગાસીમાં કરવામાં આવે છે ખેતી
સુરત: કતારગામ વિસ્તારમાં આવેલ નગર પ્રથમિક શાળા નંબર-290 જે કન્યા શાળા છે. ત્યાં વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે શાળાના ટેરેસ ઉપર કરવામાં આવતી આર્ગોનિક ખેતી પણ કરવામાં આવે છે અને આ આર્ગોનિક ખેતી વિશે વિદ્યાર્થીનીઓને અભ્યાસ પણ આપવામાં આવે છે, જેથી આ વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં પોતાના ઘરે આજ રીતે ખેતી કરી શકે તથા પોતાના મિત્રોને પણ આ આર્ગોનિક ખેતી વિશે સમજ આપી શકે છે.
3 મહિના પહેલા ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરવામાં આવી
શાળા દ્વારા આ આર્ગોનિક ખેતીની શરૂઆત હાલ 3 મહિના પેહલા જ કરવામાં આવી છે. આ આર્ગોનિક ખેતીમાં દૂધી, કેપ્સિકમ, મરચા, રીંગણ, પાલક, તુરીયા, ગુવારસિંગ, તુવેર, પાપડી, ટામેટા, ચોળી વગેરેની ખેતી અંગે સમજ આપવામાં આવે છે.સુરતની એક માત્ર સરકારી શાળા જ્યાં શાળાના ટેરેસ ઉપર આર્ગોનિક ખેતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મહંત નરેન્દ્ર ગિરીના અનુગામી બલવીર ગિરી વિશે જાણો
શાળામાં કિચન ગાર્ડન ની પ્રવૃત્તિઓ કરાવતી એક માત્ર અમારી શાળા છે
રોશની ટેઈલર શાળાના આચાર્ય જણાવે છે કે, "અમારી કન્યા શાળા છે અને મારી શાળામાં 1,180 જેટલી કન્યાઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે. આજે અમારી શાળામાં ટેરેસ કિચન ગાર્ડનનો એક નવો કોન્સેપટ લઈને આવ્યા છીએ. ઘણી બધી જગ્યા ઉપર જઈએ તો કિચન ગાર્ડનની પ્રવૃત્તિઓ થતી હોય છે, પરંતુ શાળામાં કિચન ગાર્ડનની પ્રવૃત્તિઓ એ એક માત્ર અમારી શાળા છે. કે જેણે આ હેતુ કેજે શાળાની વિદ્યાર્થીનીઓ પણ કિચન ગાર્ડનની સમજ કેળવે. ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકોને ખ્યાલ જ નથી હોય કે કયા શાકભાજી છોડ ઉપર થાય છે અને કયા શાકભાજી વેલા ઉપર થાય છે".
દરેક પ્રકારના શાકભાજીનું વાવતેર
આચાર્ય આગળ જણાવે છે કે," અમારે ત્યાં અમે તુવેર, પાપડી, દૂધી , પાપડી , કારેલા , મરચાં , કેપ્સીકમ મરચાં , ચોળી જેવા શાકભાજીઓ અમે નાની ડ્રોવિંગ બેગમાં ઉછેર કરીયે છીએ. કેટલી વખત એવું બનતું હોય છે કે બધાને ટેરેસ ગાર્ડન ગમતું ન હોય પણ તમે અમારા ટેરેસ ગાર્ડનમાં એક ખાસ પ્રકારનું વૃક્ષ જોઇ શકો છોકે એક ડ્રોવિંગ બેગ જે નજીવા કિંમતે મળે છે. અને એ ગ્રોવિંગબેગમાં અમે વિદ્યાર્થીઓને એ પણ સમજ આપી છે કે આવી ગ્રોવિંગબેગ તમને ઘરમાંથી પણ મળી જાય. અને એમાં માટી અને ખાતર કેવી રીતે સરખા પ્રમાણમાં મેળવવું અને છોડનો ઉપયોગ કઈ રીતે કરવું. શરૂઆતમાં તમને બીમાંથી ધરું ઉછેર કરવાનું હોય છે.અને ધરુંનો ઉછેર થઇ ગયા પછી એને આપણે ગ્રોવિંગબેગમાં ડ્રો કરવાનો રહે છે.તો આવી બધી પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ એટલા માટે કરવામાં આવે છેકે કેજે વિદ્યાર્થીનીઓ છે જ્યારે મોટી થશે ત્યારે એક સ્ત્રી તારીકે પોતાના પરિવારને પણ આર્ગોનિક ફાર્મિંગ વિશે સમજ આપે આર્ગોનિક છોડ તથા શાકભાજીનો વાવેતર કરે અને ઘરમાં ઉપયોગ કરે હાલની કોવિડ-19ની પરિસ્થિતિમાં હિમ્યુનિટી ઘટી જવી કે વિટામિન ઘટી જવાના પ્રશ્નો હોય ત્યારે પાલક છે. દૂધી છે. તુરીયા છે. આપણે સરળતાથી ઘરના ટેરેસ ઉપર ઉછેર કરી શકીએ.તે હેતુસર શાળાના ટેરેસ ઉપર કિચન ગાર્ડનનો કોન્સ્પેટ લાવ્યા છે".
આ પણ વાંચો : કાચા તેલની કિંમતમાં ઉછાળો આવ્યો, આજે સતત 17મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર
90 ટકા સૌરાષ્ટ્રના બાળકો
મારી શાળામાં 90 ટકા બાળકો સૌરાષ્ટ્રના છે. સૌરાષ્ટ્રના બાળકો એટલે ખેડૂતના બાળકો કહેવાય, પણ તેઓ સુરતમાં આવ્યા પછી એ લોકો ખેતી ભૂલી જ ગયા છે. તો આ કન્યાઓ પણ ફાર્મિંગ શીખે અને ભવિષ્યમાં એક ખેડૂત ની દીકરી તરીકે પોતાના સદુપયોગ કરે ઘરના ટેરેસનો અને આ પ્રકારનો ફાર્મિંગ કરે જેથી કરીને શિક્ષણ તો છે જ શિક્ષણની સાથે ખેતીનું ફાર્મિંગ પણ તે સારી રીતે જાણે પોતે પણ આર્ગેનિક શાકભાજી ખાવાથી શું ફાયદો થાય એનું મહત્વ અમે શાળામાં સમજાવીએ છીએ. અમને લગભગ પાંચથી છ મહિના ની પાછળ થયો છે. અને તે રીતે ઓર્ગેનિક ખેતી કરીને વિદ્યાર્થીનીઓને પણ ધીરજ રાખવી પડે અને ધીરજ રાખ્યા પછી આપણે સરસ મજાનું પરિણામ મળે છે. એમાંથી એ તમે જોઈ શકો છો.