ETV Bharat / city

ભાજપન નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી શર્મા સહિત 2 લોકો વિરુદ્ધ છેતરપીંડીનો કેસ

સુરત આવકવેરા વિભાગ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી શર્મા સહિત 2 લોકો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપન નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી શર્મા સહિત 2 લોકો વિરુદ્ધ છેતરપીંડીનો કેસ
ભાજપન નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી શર્મા સહિત 2 લોકો વિરુદ્ધ છેતરપીંડીનો કેસ
author img

By

Published : Nov 15, 2020, 12:28 AM IST

  • ભાજપન નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ
  • આવકવેરા વિભાગે કર્યો કેસ
  • આર્થિક લાભ મેળવવા માટે અખબાર પ્લેઝર બુકમાં ખોટી એન્ટ્રીઓ

સુરતઃ આવકવેરા વિભાગ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી શર્મા સહિત 2 લોકો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે આવકવેરા વિભાગના સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટ-1ના ડૉ.પેમૈયા કેડીએ જણાવ્યું હતું કે, તમામે આર્થિક લાભ મેળવવા માટે અખબાર પ્લેઝર બુકમાં ખોટી એન્ટ્રીઓ બતાવી હતી. જ્યારે ફરિયાદી અધિકારીએ જણાવ્યું હતું કે, પીવી શર્મા અને સીતારામ આડુંકિયાએ એક બીજાના મદદથી ષડયંત્ર રચી ઉધના દરવાજા ખાતે આવેલા સવેરા કોમ્પલેક્ષમાં મેજર્સ સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરી હતી. આ કંપની વર્ષ 2008થી 21 ઓક્ટોબર 2020 સુધી ચલાવવામાં આવી હતી.

રો-મટીરિયલ ખરીદી કરવાની બોગસ એન્ટ્રી

આ વર્ષો દરમિયાન મીડિયા કંપનીઓ સત્યમ ટાઈમ્સ નામના ગુજરાતી અને અંગ્રેજી દૈનિક અખબાર ચલાવી રહી હતી અને રો-મટીરિયલ ઓછી માત્રામાં ખરીદતી હતી, પરંતુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડિંગ એન્ડ કંપની અન્ય બોગસ કંપનીઓના પાસેથી રો-મટીરિયલ ખરીદી કરવાની બોગસ એન્ટ્રી પોતાના કંપનીના પ્લેઝર બુકમાં દર્શાવ્યું હતું. આ માટે તમામ આરોપીઓએ ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા અને લાભ મેળવી રહ્યા હતા.

2.67 કરોડ રૂપિયા એડવર્ટાઈઝમેન્ટના નામે લીધા

સત્યમ ટાઇમ્સ દૈનિક પેપર સર્ક્યુલેશન ઓછું હોવા છતાં પણ ડાયરેક્ટરેટ ઓફ એડવર્ટાઈઝમેન્ટ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી તથા અન્ય ગવર્મેન્ટ એજન્સીઓ પાસેથી 70 લાખ રૂપિયા અને તે ઉપરાંત પ્રાઇવેટ એડવર્ટાઈઝીંગ કંપનીઓ પાસેથી 2.67 કરોડ રૂપિયા એડવર્ટાઈઝમેન્ટના નામે લીધા છે. આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, આશરે ચારથી પાંચ મહિના પહેલા ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટ-1ના ઈન્ચાર્જ ગૌરવ અવસ્થી પાસેથી જાણકારી મળી હતી કે, પિપલોદ ફોરસીઝન ફ્લેટ નંબર 401માં રહેનારા પીવી શર્મા પાસે આ એક કરતાં વધારે સંપત્તિ છે અને તેમણે ટેક્સ ચોરી કરી છે.

સર્ચ ઓપરેશન માટે કુલ 12 ટીમ બનાવવામાં આવી

જાણકારી બાદ આઈકર વિભાગના અધિકારીઓએ નિયમો મુજબ તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણકારી મળતાં આયકર વિભાગે શર્માના મકાનનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શર્માના ઘરની સર્ચ ઓપરેશનની પરવાનગી અમદાવાદથી મળ્યા બાદ 21 ઑક્ટોબરના રોજ ઇન્કમટેક્સ એક્ટની કલમ 132 મુજબ શર્માના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિટના ઇન્ચાર્જ ગૌરવ અવસ્થી હતા. આ સર્ચ ઓપરેશન માટે કુલ 12 ટીમ બનાવવામાં આવી હતી.

900 કોપી છાપી 30000 સર્ક્યુલેશન બતાવતા હતા

આ ઉપરાંત યુનિટ ઇન્ચાર્જ કંટ્રોલરૂમથી સંપૂર્ણ સર્ચ ઓપરેશન મેનેજ કરી રહ્યા હતા. આ સર્ચ ઓપરેશનના પીવી શર્માના ઘર, મર્જર સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, કુસુમ સિલિકોન પ્રાઇવેટ લિમિટેડ મુંબઇ, કૌશલ ખંડેરિયાના સુરતના ઘર સહિત અનેક સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને પ્રાપ્ત થયેલી સંપુર્ણ જાણકારી ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટરને સોંપવામાં આવી હતી. અખબારનું બોગસ સર્ક્યુલેશન બતાવી સરકારી એજન્સી પાસેથી કરોડો રૂપિયા કમાનારા અખબારનું 30000 સર્ક્યુલેશન બતાવતા હતા, પરંતુ માત્ર 900 જેટલી કોપી છાપતા હતા.

કુસુમ સિલિકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારી નહોતા

અનેક બોગસ કંપનીઓની બોગસ એન્ટ્રી પણ મળી આવી છે. મેનેજર મુકતાર બેગની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, બધી એન્ટ્રી પીવી શર્માના કહેવા મુજબ કરવામાં આવી છે. મુંબઈની કંપની પર રેડ કરવા દરમિયાન મુંબઈની કુસુમ સિલિકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બુક ઓફ એકાઉન્ટમાંથી ગત 6 વર્ષમાં શર્માને સેલેરી અને કમિશન મળી કુલ 90 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ કંપનીના અંગે કંપનીના એકાઉન્ટન્ટ અને એમ્પ્લોયીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, શર્મા ક્યારેય પણ આ કંપનીમાં ગયા જ નથી. આ ઉપરાંત તે આ કંપનીમાં કામ પણ કરતા નથી.

પેમેન્ટ ડાયરેક્ટર કૌશલ ખંડેરિયાના કહેવા પર આપવામાં આવ્યું

કંપની દ્વારા જે પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે તે ડાયરેક્ટર કૌશલ ખંડેરિયાના કહેવા પર આપવામાં આવ્યું. જે તે સમયે વર્ષ 2010થી 2015સુધી શર્મા સુરત શહેરના ડુંભાલ વોર્ડ નંબર 27માં કોર્પોરેટર હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.