સુરત: સિવિલ હોસ્પિટલ (Surat civil hospital)માં કોરોનાની સારવાર લઈ રહેલ 48 વર્ષીય અંધ નંદુરબાર (Corona patient from nandurbar)થી આવ્યા છે. જેમને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પોતાના હાથે જમાડી રહ્યા છે. મહારાષ્ટ્રના નંદુરબાર,ધુલિયા અને જલગાંવથી કોરોના પોઝિટિવ દર્દીઓ સુરતમાં સારવાર માટે આવ્યા છે અને તેમની સેવા કરવામાં સ્વાસ્થ્ય કર્મીઓએ કોઈ કચાશ રાખી નથી.
હાર્ટએટેકના કારણે થયા દાખલ
નંદુરબારની હોસ્પિટલમાં હાર્ટએટેકના કારણે દાખલ થયેલા દર્દી અનિલ પાટીલને કોરોના પોઝિટિવ ( આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં 28 જાન્યુઆરીના રોજ એડમિટ કરાયા હતા. દુઃખદ વાત એ છે કે, અનિલભાઈ છેલ્લા દોઢ વર્ષથી ડાયાબિટીસને કારણે અંધાપો ભોગવી રહ્યા છે. તેમને 9 અને 12 વર્ષના બે બાળકો છે. ઘરના એકમાત્ર મોભીની આ હાલત થતાં પત્ની ચિંતિત છે, તો કોરોનાને કારણે ભાંગી પડ્યા છે. જોકે અગત્યની વાત એ છે કે, સિવિલ હોસ્પિટલમાં નર્સ (Surat civil hospital nurse) દ્વારા અનિલભાઈને પોતાના હાથે જમાડવામાં આવી રહ્યા છે, જેને લઇને પરિવારને થોડો હાશકારો થયો છે.
આ પણ વાંચો: Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓ સામે આતંકવાદ વિરોધી કલમ ઉમેરાઈ
ડાયાબિટીસને કારણે દ્રષ્ટીવિહિન
સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીનું આ સ્વરૂપ અનિલભાઈને હોસ્પિટલમાં પણ પરિવારનો જ અનુભવ કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનિલભાઈ મહિના પહેલા ડ્રાઈવર તરીકેની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જો કે, ડાયાબિટીસને કારણે તેઓ દ્રષ્ટીવિહિન થયા છે.
11 હજારનો ખર્ચ અમારા મોહોલ્લાના લોકોએ ઉપાડ્યો
આ અંગે અનિલભાઈના પત્ની ઉજ્જવલા પાટિલે જણાવ્યું હતું કે, 'પતિની આ પરિસ્થિતિને કારણે હું કટલરી વેચીને ઘરનું ગુજરાન ચલાવી રહી છું. તેમને હાર્ટ અટેક આવતા નંદુરબારની હોસ્પિટલ લઈ જવાયા હતા. સારવાર દરમિયાન તેમને કોરોના હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી અમે તેમને એમ્બ્યુલન્સમાં સુરત લઈ આવ્યા હતા. જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે હાર્ટ એટેકનો ખર્ચ તેમજ એમ્બ્યુલન્સનો 11 હજારનો ખર્ચ અમારા મોહોલ્લા(ગલી)ના લોકોએ ઉપાડ્યો છે.