ETV Bharat / city

સુરતની ચાર મહિલા ખેલાડીઓની BCCI દ્વારા વુમન્સ અંડર-19 વન ડે ટુર્નામેન્ટમાં કરાઇ પસંદગી - Women's Under-19 ODI Tournament

સુરતની ચાર મહિલા ખેલાડીઓની BCCI દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે આયોજિત વુમન્સ અંડર-19 વન ડે ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે.

ચાર મહિલા ખેલાડીઓની પસંદગી કરાઇ
ચાર મહિલા ખેલાડીઓની પસંદગી કરાઇ
author img

By

Published : Sep 14, 2021, 11:00 PM IST

  • ચાર મહિલા ખેલાડીઓની પસંદગી કરાઇ છે
  • તમામ મહિલા ખેલાડીઓ છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ રમી રહી છે
  • આ તમામ ખેલાડીઓ અંડર- 19માં રમશે

સુરત: ચાર મહિલા ખેલાડીઓની BCCI દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે આયોજિત વુમન્સ અંડર-19 વન ડે ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. જો કે, આ તમામ મહિલા ખેલાડીઓ છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ રમી રહી છે. આ તમામ ખેલાડીઓ ચીફ સિલેક્ટેડ ભૂમિ મખનીયા, પૂર્વી પટેલ તથા હેડ કોચ પ્રતીક પટેલ અને પ્રજ્ઞા ચૌધરીની દેખરેખ હેઠળ તાલીમ લઇ રહી છે.

ચારે ખિલાડીઓ આ પેહલા પણ પસંદગી થઇ ચુકી છે

સુરતની ચાર મહિલા ખેલાડીઓમાં રાજવી પટેલ બેસ્ટમેન તથા ઓલરાઉન્ડર છે. તેઓ આ પેહલા અંડર 16,17 તથા 18માં રમી ચૂક્યા છે. બીજી મહિલા ખેલાડી ઝીલ મિઠાઈવાલા સ્પિનર તથા તેઓ પણ ઓલરાઉન્ડર છે. તેઓ પણ અંડર-19માં આ પેહલા રમી ચૂક્યા છે. ત્રીજી જયા રામુ તેઓ પેસ બોલર તથા ઓલરાઉન્ડર છે. તેઓ પણ આ પેહલા અંડર-19માં રમી ચૂક્યા છે. ચોથા નંબરની ખેલાડી ક્રિષ્ના પટેલ તેઓ પણ પેસ બોલર તથા ઓલરાઉન્ડર જ છે. તેઓ પણ આ પેહલા અંડર-16 તથા 18માં રમી ચૂક્યા છે અને હવે આ તમામ ખેલાડીઓ અંડર- 19માં રમશે.

આ તમામ મહિલા ખિલાડીઓને અભિનંદન પાઠવાયા

આ સુરતની ચાર મહિલા ખેલાડીઓનું BCCI દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે આયોજિત વુમન્સ અંડર-19 વન ડે ટુર્નામેન્ટમાં પસંદગી થવા બદલ તમામ ચારે મહિલા ખેલાડીઓને SDCA ના પ્રમુખ હેમતભાઈ કોન્ટ્રાક્ટર તથા કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર અને બાકી તમામ સ્ટાફ વતી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.