સુરત: કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક (man cut womans throat in public) આવેલી સોસાયટીમાં ગતરોજ બનેલી યુવતીની હત્યાને (Surat Pasodra Murder Case) લઈને કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા તેમજ સમાજ અગ્રણીઓ મૃતક યુવતીના પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા પરિવારના બે સભ્યોને યોગ્ય સારવાર મળે તે માટે પૂર્વ ધારાસભ્યએ તંત્રને સૂચનો કર્યા હતા સાથે જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પરિવાર સાથે વિડીયો કોલ કરી વાત કરી હતી અને દીકરીને ન્યાય આપવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: સાયકો પ્રેમી: બચવા માટે યુવતી આજીજી કરતી રહી અને યુવકે જાહેરમાં ગળું કાપ્યું
યુવતીના 2 દિવસ પછી થશે અંતિમ સંસ્કાર
મૃતક યુવતીના પિતા આફ્રિકા છે ત્યારે પરિવારજનો દ્વારા સમગ્ર ઘટનાની જાણ મૃતક યુવતીના પિતાને કરવામાં આવી હતી. જો કે, ગતરોજ મોડું થઈ જતા તેમને ફ્લાઇટ મળી ન હતી જેથી તેઓ આજે વતન આવવા રવાના થશે તેથી મૃતક યુવતીના મૃતદેહનુ હજી 2 દિવસ સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહિ.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, યુવક છેલ્લા કેટલાક દિવસથી મૃતક યુવતીનો પીછો કરી રહ્યો હતો અને યુવતીને હેરાન કરી રહ્યો હતો ત્યારે યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. યુવકે યુવતીના ઘરે જઈને હંગામો મચાવ્યો હતો અને યુવતીના મોટા પિતા પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો, જોકે યુવતી વચ્ચે આવતા યુવકે યુવતીના ગળા પર ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીનો ભાઈ છોડવવા વચ્ચે પડતા તેના પર પણ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો, બાદમાં યુવતીના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો: Murder in Ahmedabad: 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા
હત્યારાએ પોલીસથી બચવા ઝેર પણ ખાધું હતું
ઘટનાની જાણ પોલીસને થતા પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિફરેલા હત્યારાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસથી બચવા યૂવકે ઝેર ખાઈ લીધું હતું અને હાથની નસ કાપી લીધી હતી. પોલીસે હત્યારની ધરપકડ કરી એને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો અને આગળની વધુ તજવીજ હાથ ધરી હતી, ત્યારે હાલ આ ઘટનાથી સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.