- સુરતથી પટનાની ફ્લાઈટ કરાઈ શરૂ
- ફલાઇટ સપ્તાહમાં બે દિવસ ઓપરેટ થશે
- સોમવાર અને શુક્રવારના દિવસે ઓપરેટ થશે
સુરતઃ સ્પાઇઝ જેટ એરલાઈન્સ સુરતથી પટનાની ફ્લાઈટ આજથી એટલે કે 22 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. આ ફલાઇટ સપ્તાહમાં બે દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારના દિવસે ઓપરેટ થશે. આ ફ્લાઇટ પટના એરપોર્ટ થી 12:30 કલાકે ઉપડશે અને સુરત એરપોર્ટ પર 02:55 કલાકે લેન્ડ કરશે. ત્યાબાદ સુરત એરપોર્ટ પર 25 મિનિટ સ્થિર થયા બાદ આ ફ્લાઇટ 03:25 કલાકે ટેક ઓફ થશે અને પટના એરપોર્ટ પર 05:50 કલાકે પહોંચશે. સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરતથી પટનાની વન-વે અને વિકલી ફ્લાઇટ ઓપરેટ કરી રહી છે, એટલે કે ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે ઓપરેટ થાય છે.
ફ્લાઇટનો લાભ અઠવાડિયામાં પાંચ દિવસે મળશે
આ ફ્લાઇટ સુરત એરપોર્ટથી 12.10 કલાકે રવાના થાય છે અને 02:40 કલાકે પટના પહોંચે છે. 22મી ફેબ્રુઆરીને સોમવારથી એટલે કે આજથી સ્પાઈઝજેટ એરલાઈન્સ સોમવાર અને શુક્રવારના દિવસે ફ્લાઇટ ઓપરેટ કરશે. ત્યારબાદ સુરતથી પટનાની ફ્લાઇટનો લાભ અઠવાડિયામાં પાંચ દિવસ મળશે.