- સુરત સિટીલાઈટ વિસ્તારમાં આવેલા રત્ના એપાર્ટમેન્ટમાં સો વર્ષ જૂનું આંમલીનું
- સો વર્ષ જૂનું આંમલીનું ઝાડ ધરાશાયી થયું
- ઝાડ ધરાશાયી થતાં એક સાથે પાંચ ગાડીઓ દબાઈ
સુરત : શહેરમાં ગુરુવાર સાંજથી વરસાદે શહેરમાં પોતાનો એન્ટ્રી પાડી છે, ત્યારે આજે શુક્રવારે વહેલી સવારે પણ ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા રત્ના એપાર્ટમેન્ટમાં સો વર્ષ જૂનું આમલીનું ઝાડ ધરાશાયી થતાં એક સાથે ચારથી પાંચ ફોરવિલ ગાડીઓ ઝાડ નીચે દબાઇ ગઇ હતી. જોકે રત્ના એપાર્ટમેન્ટના પ્રમુખ રાજેશ જૈન દ્વારા ફાયર વિભાગને જાણ કરતા વેસુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Patan Rain Update: પાટણમાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
SMC ગાર્ડન વિભાગ ઉપર રત્ના એપાર્ટમેન્ટ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રત્ના એપાર્ટમેન્ટમાં સો વર્ષ જૂનું આમલીનું ઝાડ ધરાશાયી થતા એક સાથે ચારથી પાંચ ગાડીઓ દબાઈ ગઈ હતી. જોકે તેનાથી કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતુ રત્ના એપાર્ટમેન્ટના પ્રમુખ રાજેશ જૈન દ્વારા એમ કહેવામાં આવ્યું કે, અમારા એપાર્ટમેન્ટમાં કુલ મોટા મોટા ઝાડ છે, જે ગમે ત્યારે પડી શકે છે. આ માટે અમે સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગમાં પાંચથી છ વખત જાણ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી ગાર્ડન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : પાટણ શહેરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
આ ઝાડને એક વખત આ વિસ્તારના નામથી જાણવામાં આવતું હતું
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રત્ના એપાર્ટમેન્ટમાં આજે શુક્રવારે સવારે દસ વાગ્યાની આસપાસ જે સો વર્ષ જૂનું આંબલીનું ઝાડ ધરાશાયી થયું હતું. આ વિસ્તાર પહેલા આમલીના નામથી જાણીતું હતું. પછી ધીરે-ધીરે વિકાસ થયા બાદ આ નામ ધીરે ધીરે વિસરતું ગયું અને હવે સિટીલાઈટ તરીકે જાણીતું થયું છે.