સુરત : સરકાર દ્વારા સિવિલ સર્વિસિસની તાલીમ પૂર્ણ કરી પરત આવેલા ગુજરાત કેડરના નવા IAS ઓફિસર્સને પ્રોબેશન પિરિયડ પર નિમણૂક આપવામાં આવી છે. જે પૈકી અતિરાગ ચાપલોટને બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અતિરાગ એક મહિના માટે નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે સ્વતંત્ર હવાલો સંભાળશે.
નગરપાલિકામાં શાસકો વચ્ચે ચાલી રહેલe આંતરિક જુથવાદ વચ્ચે સરકાર દ્વારા સૌપ્રથમ વખત IAS અધિકારીને ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે. તેમને બારડોલીના રાજકારણથી ઘણું શીખવા મળશે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
બીજી તરફ એક મહિના દરમિયાન પાલિકાના કથળેલા વહીવટમાં પણ સુધારો થશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.