- ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મળતા દેશવાસીઓમાં ખુશીની લહેર
- હોકીમાં જર્મનીને હરાવીને મેન્સ હોકી ટીમએ જીત્યો બ્રોન્ઝ
- ફટાકડા ફોડીને ભારતીય મેન્સ હોકી ટીમને આપી શુભચ્છા
સુરત: હોકીમાં જર્મનીને હરાવીને ભારતીય મેન્સ હોકી ટીમએ બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે જર્મનીને 5-4 થી હરાવી બ્રોન્ઝ મેળવતા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં જીત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જીતની ખુશીમાં રમત પ્રેમીઓએ સુરત શહેરના સોસ્યો સર્કલ ખાતે વિજયોત્સવ ઉજવ્યો હતો. રમત ઉત્સવપ્રેમીઓએ જીતના નારા લગાવી ઉત્સાહ સાથે એકબીજાને મીઠાઇ ખવડાવી ફટાકડા ફોડી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
40 વર્ષ બાદ ઈન્ડિયા હોકી ટીમને વિજય
રમત પ્રેમી નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, 40 વર્ષ બાદ આપણા ઈન્ડિયાની હોકી ટીમને વિજય મળ્યો છે. અમારા જન્મ થયા બાદ ઇતિહાસમાં પહેલી વખત અમે હોકીની જીત જોઈ છે, ફટાકડા ફોડીને ભારતીય મેન્સ હોકી ટીમને શુભચ્છાઓ આપી છે. લોકોનેે મીઠાઇ ખવડાવી જીત મહોત્સવ મનાવ્યો છે.
આ પણ વાંચો: 41 વર્ષ પછી ભારતીય પુરુષ હોકી ટીમની જીત, પોતાને નામ કર્યું બ્રોન્ઝ મેડલ