- બારડોલીના ચલથાણમાં સુગર ફેક્ટરીના સ્ટોર રુમમાં લાગી આગ
- ફાયરની ટીમે ધટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ
- સદનસીબે મોટી દુર્ઘટના ટળી
સુરત: બારડોલી ચલથાણ સુગર ફેક્ટરીના સ્ટોર રુમમાં આગ લાગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતા ફેકટરીના કામદારોએ જ આગ બુઝાવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.ફાયર વિભાગે ધટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગ કાબુમાં નહિં આવતા પલસાણા એન્વાયરો પ્રોટેક્ટશન લિમિટેડની ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક PEPL ફાયર ઓફિસર ગવલી અને આસીસટન્ટ ફાયર ઓફિસર ભારદ્વાજ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીઘી હતી. ત્યારબાદ કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી.
ઘટનામાં કોઈ જાનહાની નહિં
આ દૂર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. માત્ર ભંગારમાં પડેલા લાકડા બળીને ખાખ થયા હતા. ફાયરની ટીમે ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.