ETV Bharat / city

હવે વગર વેઈટિંગે થશે અંતિમ સંસ્કાર, 10 કલાક પહેલાંથી જ તૈયાર કરી દેવાઈ છે ચિતાઓ

સુરત શહેરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈ નવાઈ લાગશે પરંતુ હાલ સુરતની હકીકત આ જ છે. સ્મશાન ભૂમિમાં ચિતાઓ મૃતદેહ આવે તેના 10 કલાક પહેલાંથી જ તૈયાર કરી દેવામાં આવે છે. આ દ્રશ્ય સુરતના પાલ વિસ્તારમાં આવેલા કૈલાસ મોક્ષધામના છે. જ્યાં એકસાથે 25થી વધુ ચિતાઓ તૈયાર કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી અહીં કોવિડના દર્દીઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

એકસાથે 25થી વધુ ચિતાઓ તૈયાર કરવામાં આવી
એકસાથે 25થી વધુ ચિતાઓ તૈયાર કરવામાં આવી
author img

By

Published : Apr 20, 2021, 5:00 PM IST

  • સ્મશાન ભૂમિમાં ચિતાઓ અગાઉ જ તૈયાર કરવામાં આવે છે
  • એકસાથે 25થી વધુ ચિતાઓ તૈયાર કરવામાં આવી
  • કોરોનાએ અત્યાર સુધીમાં કુલ 1,488 દર્દીઓનો ભોગ લીધો

સુરત: જિલ્લાના પાલ વિસ્તારમાં હાલ જ શરૂ કરાયેલા કૈલાસ મોક્ષધામમાં એક બાદ એક 25થી વધુ ચિતાઓ તૈયાર કરવામાં આવી છે. જેથી સાંજે જ્યારે શહેરના સરકારી સહિત ખાનગી હોસ્પિટલથી કોવિડ દર્દીના મૃતદેહ અહીં આવે તો અંતિમ વિધિ માટે વધુ રાહ જોવી ન પડે આ માટે આ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. હાલ સુરતમાં જે રીતે મૃત્યુઆંક વધ્યો છે. તેના કારણે આ વાસ્તવિકતા સામે આવી છે. આ સમશાન ભૂમિ 15 વર્ષ બાદ શરૂ કરાઇ છે. કારણ કે જે રીતે સુરતમાં કેસો વધ્યા અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. તેના કારણે સ્મસાન ભૂમિમાં અંતિમ વિધિ માટે મોટી લાઈનો લાગતી હતી. જેના કારણે 15 વર્ષ બાદ આ સ્મશાન ભૂમિને શરૂ કરી કોવિડના દર્દીઓના મૃતદેહને અહીં અંતિમ વિધિ માટે લઈ આવવામાં આવે છે.

સ્મશાન ભૂમિમાં ચિતાઓ અગાઉ જ તૈયાર કરવામાં આવે છે

આ પણ વાંચો: કોરોના કાળમાં અંતિમ સંસ્કાર કરવા માટે 3 કલાકનું વેઇટિંગ

શેરડીના બગાસ સુરતના સ્મશાન ભૂમિને નિ:શુલ્ક આપવામાં આવી રહ્યા છે

સુરતમાં ગેસ ચેમ્બર ઉપરાંત લાકડાંની ચિતાઓ ઉપર અંતિમ વિધિ કરવામાં આવે છે, પરંતુ લીલા લાકડાંને સળગતા ખાસ્સો સમય લાગતો હોવાથી લાકડાંની સાથે હવે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. કારણ કે શેરડીનું બગાસ ઝડપથી સળગતું હોવાથી અંતિમ વિધિમાં પણ ઝડપ આવી છે. સૌથી અગત્યની વાત આ છે કે સાયન સુગર દ્વારા 900 રૂપિયા ટનથી વેચાતા આ શેરડીના બગાસ સુરતના સ્મશાન ભૂમિને નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે.

અંતિમ વિધિનો આંકડો 110થી ઉપર

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી આંકડા મુજબ મૃત્યુઆંક 25 ઉપર છે. જ્યારે કોવિડ ગાઇડ લાઇન મુજબ સુરતના તમામ સ્મશાન ભૂમિમાં કરવામાં આવી રહેલા અંતિમ વિધિનો આંકડો 110થી ઉપર છે. જેની પાછળ અધિકારીઓ તારણ આપે છે કે, કોરોના પોઝિટિવ દર્દી ઉપરાંત શંકાસ્પદ દર્દી અને જે હોસ્પિટલમાં દાખલ હોય અને તેમનું રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેમ છતાં તેમનું અંતિમ વિધિ કોરોના ગાઇડ લાઇન મુજબ કરવામાં આવતું હોય છે. આ જ કારણ છે કે આંકડામાં તફાવત જોવા મળે છે.

આ પણ વાંચો: નવસારીમાં સરકારી ચોપડે એપ્રિલ મહિનામાં 2 મોત, જ્યારે સ્મશાનમાં 129 મૃતદેહને કોવિડ ગાઇડલાઇનથી અપાયો અગ્નિદાહ

24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં 30 મોત નોંધાયા

શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હોય તેમ કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે મરણાંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં 30 મોત નોંધાયા હતા. ડેથ રેસિયોમાં પણ વધારો થતાં દરરોજ કોરોનાની સારવાર હેઠળના દર્દીઓ પૈકી કોઇને કોઇ દર્દીનું મોત નોંધાયું છે. જ્યારે કોવિડ ગાઇડ લાઇન મુજબ 110થી વધુ મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ છે. કોરોનાએ અત્યાર સુધીમાં કુલ 1,488 દર્દીઓનો ભોગ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.