ETV Bharat / city

પિતાએ બે માસના પુત્રને ચંદ્ર પર જમીન ખરીદી ભેટ આપી - સુરતના તાજા સમાચાર

સુરતના વિજય કથેરિયા નામના વેપારીએ પોતાના બે માસના પુત્ર નિત્યને તેમણે ભેટમાં પૃથ્વી પર નહીં પરંતુ ચંદ્ર પર પ્રોપર્ટીની ખરીદી કરી પ્લોટનો માલિક બનાવી દીધો છે. વિજયભાઇ ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે.

જમીન ખરીદીના ડોક્યુમેન્ટ કુરિયર મારફતે 5 દિવસમાં મળી જશે

author img

By

Published : Mar 25, 2021, 10:07 PM IST

  • પિતાએ તેના બાળક માટે ચંદ્ર પર પ્રોપર્ટી ખરીદી
  • જમીન ખરીદનાર સુરતના ગ્લાસના વેપારી છે
  • વિજયભાઈ મૂળ સૌરાષ્ટ્રના વતની છે

સુરતઃ માતા-પિતા પોતાના પુત્ર માટે શું નથી કરતા તેનું ઉદાહરણ સુરતના ગ્લાસ (કાચ)ના વેપારીએ પોતાના બાળક માટે પ્રોપટી ખરીદવાનું કંઇક એવું કરવાનું વિચાર્યું છે કે વર્ષો સુધી લોકો યાદ રાખે. સુરતના વિજય કથેરિયા નામના વેપારીએ પોતાના બે માસના પુત્ર નિત્યને તેમણે ભેટમાં પૃથ્વી પર નહીં પરંતુ ચંદ્ર પર પ્રોપર્ટીની ખરીદી કરી પ્લોટનો માલિક બનાવી દીધો છે. વિજયભાઇ ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે. હાલ આખા પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છે.

પિતાએ તેના બાળક માટે ચંદ્ર પર પ્રોપર્ટી ખરીદી

આ પણ વાંચોઃ નાસાને ચંદ્ર પર પાણી મળી આવ્યું, નાસાની યોજના ચંદ્ર પર માનવ વસાહતો બનાવવાની

ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી

કંપનીમાં વિજયભાઇએ ચંદ્ર પર એક એકર જમીનની ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. આ અરજી કંપનીએ મંજૂર કરી તમામ પ્રકારની ફોર્માલિટી કરીને સુરતના વિજય કથેરિયાને મંજૂરી આપી હોવાનો મેઈલ કરી તમામ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા છે. જોકે, બાકીના ડોક્યુમેન્ટ કુરિયર મારફતે 5 દિવસમાં મળી જશે.

જમીન ખરીદનાર સુરતના ગ્લાસના વેપારી છે
જમીન ખરીદનાર સુરતના ગ્લાસના વેપારી છે

વિજયભાઈનો પરિચય

વિજયભાઇ કથેરિયા મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં કાચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વિજયભાઈના ઘરે બે મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો, જેનું નામ નિત્ય રાખવામાં આવ્યું હતું. પુત્રના જન્મને લઇને પરિવાર અને પિતા ખુશખુશાલ હતા. પિતાને બાળકને એવી ભેટ આપવી હતી કે વર્ષો સુધી યાદગાર રહે. જેથી તેમણે ચંદ્ર પર જમીન ખરીદ કરવાનું વિચાર્યું હતું.

પિતાએ બે માસના પુત્રને ચંદ્ર પર જમીન ખરીદી ભેટ આપી

દુનિયાના સૌથી નાના ઉંમરનો બાળક ચંદ્ર પર પ્રોપર્ટીનો માલિક હોવાનો દાવો

ચંદ્ર પર જમીન ખરીદી કરનાર આ સુરતનો પહેલા વેપારી હશે. પોતાના બાળકના નામે રજીસ્ટર કરેલી આ જમીન કદાચ દુનિયાના સૌથી નાના ઉંમરના બાળકના નામે રજીસ્ટર થયાનો રેકોર્ડ પણ બન્યો હશે. જોકે આ પરીવારમાં હાલતો ખુશીનો માહોલ છે ત્યારે આગામી દિવસમાં કંપની દ્વારા તમામ પ્રકારની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મિંશન મંગળ હેઠળ ચંદ્રની તસવીરો લેવાઈ, ચંદ્ર પર ખાડા જોવા મળ્યાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.