Fashion Designer: સુરતના ફાતિમા ખાન આત્મનિર્ભર ભારત મિશનનું ઉત્તમ ઉદાહરણ, વર્ષે 80 લાખનું કરે છે ટર્ન ઓવર - self reliant India mission
દેશવિદેશના વિવિધ એક્ઝિબિશનમાં ભાગ (Participate in foreign exhibitions) લેનાર 33 વર્ષિય ફાતિમા ખાન (Fashion Designer Fatima khan) અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્વરૂપ બન્યા છે. ફેશન ડિઝાઈનનો (Fashion Designer) કોર્ષ કરી હેન્ડમેડ ચીજોનો બિઝનેસ શરૂ કર્યો છે. કેમિક્લયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યા વગર હેન્ડવર્ક કરી નેચરલ સાડી સહિત વિવિધ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી, 6 વર્ષમાં 40 મહિલા અને 15 પુરૂષોને રોજગારી આપે છે અને આજે વાર્ષિક રૂપિયા 80 લાખનું ટર્ન ઓવર (annual turnover of 80 lakhs) ધરાવે છે.
સુરત : દેશવિદેશના વિવિધ એક્ઝિબિશનમાં ભાગ (Participate in foreign exhibitions) લેનાર 33 વર્ષિય ફાતિમા ખાન (Fashion Designer Fatima khan) અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્વરૂપ છે. ફેશન ડિઝાઈનર ફાતિમા (Fashion Designer) આત્મનિર્ભર ભારત મિશનનુ (self reliant India mission) ઉત્તમ ઉદાહરણ છે. કેમિક્લયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યા વગર હેન્ડવર્ક કરી નેચરલ સાડી સહિત વિવિધ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી, અને આજે વાર્ષિક રૂપિયા 80 લાખનું ટર્ન ઓવર (annual turnover of 80 lakhs) ધરાવે છે.
પોતાની બ્રાન્ડ બનાવાનો વિચાર
સુરતના હુન્નર હાટમાં આવેલી પશ્ચિમ બંગાળની ફાતિમા ખાને જણાવ્યું હતું કે, પ્રખ્યાત બ્રાન્ડના વેપારીઓ અમારી પાસેથી હેન્ડમેડ વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી જતાં હતા, એટલે મને વિચાર આવ્યો કે, મારી પોતાની બ્રાન્ડ કેમ ન બનાવું? (idea of creating your own brand) આ વિચારને વાસ્તવિકતામાં ફેરવવા માટે વર્ષ 2015માં 5 મહિલાઓના સહયોગથી કેમિક્લયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યા વગર હેન્ડવર્ક કરી નેચરલ સાડી સહિત વિવિધ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. આજે મારી સાથે 40 મહિલાઓ અને 15 પુરૂષો કામ કરે છે, અને વાર્ષિક રૂ.80 લાખનું ટર્ન ઓવર કરૂ છું.
પતિના સાથ સહકારથી 5 મહિલાથી શરૂઆત કરી હતી
ફાતિમાએ વધુમાં જણાવ્યું કે, 'મેં નાનપણથી જ પોતાનો બિઝનેસ શરૂ કરી અન્યને રોજગારી આપવાનું ધ્યેય રાખ્યું હતું. મારા પતિ એક્સપોર્ટનું કામ કરતા હતા, ત્યારે એમની અનુમતિ લઇ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો અને રેશમના દોરામાંથી ઘરગથ્થુ હેન્ડવર્ક કરી કેમિક્લયુક્ત સાડી સહિતની વિવિધ વસ્તુ બનાવવાનું શરૂ કર્યું, જેમાં વધુ વળતર અને ગ્રાહકોનો હકારાત્મક પ્રતિભાવ મળવા લાગ્યો હતો. અમે જે વર્ક કરી વસ્તુઓ તૈયાર કરતાં હતા, તે મોટી કંપનીઓ અમારી પાસે ખરીદી કરીને પોતાની બ્રાન્ડનું નામ લગાડી વેચતાં હતા. જેથી એક દિવસ પતિએ કહ્યું કે, 'આપણે પોતાની જ બ્રાન્ડ બનાવવી જોઇએ.
દેશવિદેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે
ફાતિમા ખાન જણાવ્યું હતું કે, અનેક મુશ્કેલી આવી છતાં અમે હાર્યા વગર આગળ વધતાં હતાં. ધીમે ધીમે અન્ય મહિલાઓ પણ જોડાતી ગઈ. આજે 40 મહિલા અને 15 પુરૂષો એમ કુલ મળીને 45 લોકો અમારી સાથે કામ કરી રોજગારી મેળવે છે. અમે સિલ્ક, પ્રોપર મસલી કોટન (બંગાળની પ્રખ્યાત), લિનનની સાડીઓ અને દુપટ્ટાઓ બનાવવાનું શરૂ કર્યું છે. દર વર્ષે 10થી વધારે એક્ઝિબિશનમાં ભાગ લઉ છું, દેશવિદેશમાં અમારી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. જો દૃઢ મનોબળથી મહેનત કરવામાં આવે તો સફળતા મળશે જ. દિલથી કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી એમ એમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો:
સુરતની મહિલા આત્મનિર્ભર ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડવા 26મીથી ટ્રક રાઈડ શરૂ કરશે
રાજકોટના દંપત્તિએ કર્યો નવતર પ્રયોગ, કારમાં જ ઓફિસ શરૂ કરી બન્યા આત્મનિર્ભર