- સરકારના રાહત પેકેજથી ખેડૂતો થયા નારાજ
- માત્ર ઓલપાડ તાલુકામાં જ 200 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો
- અધિકારીઓ સર્વની કામગીરી સાચી કરે તેવી કરી માંગ
સુરત: સમગ્ર રાજ્યમાં તૌકતે નામના વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતના વાગ્યા ઘા પર મલમ લગાડવા સરકારે પેકેજ જાહેર કર્યું છે પણ સરકારના આ પેકેજને લઈને ઓલપાડ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, માત્ર ઓલપાડ તાલુકામાં જ 200 કરોડનું નુકસાન થયું છે. ત્યારે સરકારે જાહેર કરેલા આ પેકેજ યોગ્ય નથી.
આ પણ વાંચો: ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા પછી રાહત કામગીરી અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
રાહત પેકેજમાં વધારો થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે.
વાવાઝોડાથી ખેડૂતોને થયેલા નુકસાનમાં યોગ્ય વળતર મળે તે માટે સરકાર દ્વારા જવાબદાર અધિકારીને કામે લગાડ્યા હતા. જો કે આ સર્વેની કામગીરીમાં અધિકારીઓએ વેઠ ઉતારી છે અને સરકારને નુકસાન ઓછું બતાવવામાં આવી રહ્યું છે. તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેડૂતોની માંગ છે કે, સરકાર ફરી સર્વે કરાવે અને રાહત પેકેજમાં વધારો કરે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો: તૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું