ETV Bharat / city

સુરતમાં 70 રત્ન કલાકારોને 2 મહિનાનો પગાર આપ્યા વિના કારખાનાના માલિક ફરાર - કલાકારોને 2 મહિનાનો પગાર મળ્યો નહીં

સુરતમાં દિવસેને દિવસે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની રહી છે. કોરોના કાળમાં એક તરફ રત્ન કલાકારો બેરોજગાર થયા છે, ત્યારે બીજી બાજુ લોકડાઉનથી અત્યાર સુધી તેમને પગાર પણ આપવામાં આવ્યો નથી. વરાછાની શ્રી શક્તિ જેમ્સ ડાયમંડ કંપનીના 25થી વધુ રત્ન કલાકારો સોમવારે સુરત રત્ન કલાકાર વિકાસ સંઘની ઓફિસે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, 20 મહિનાનો પગાર આપ્યા વિના કારખાનાના માલિક ફોન સ્વીચ ઓફ કરી ફરાર થયા છે. જેથી રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ETV BHARAT
સુરતમાં 70 રત્ન કલાકારોને 2 મહિનાનો પગાર આપ્યા વિના કારખાનાના માલિક ફરાર
author img

By

Published : Jul 27, 2020, 4:37 PM IST

સુરત: એક તરફ અનેક રત્ન કલાકારો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તો બીજી તરફ રત્ન કલાકારોને 2થી 3 મહિનાનો પગાર કારખાનેદાર દ્વારા ચુકવવામાં આવ્યો નથી. આ સાથે જ કેટલાય કલાકારોને છૂટા પણ કરી દેવામાં આવ્યા છે. આવી દયનીય પરિસ્થિતિમાં સોમવારે સુરત રત્ન કલાકાર વિકાસ સંઘની ઓફિસે અંદાજે 25થી વધુ રત્ન કલાકારો અકઠા થયા હતા.

સુરતમાં 70 રત્ન કલાકારોને 2 મહિનાનો પગાર આપ્યા વિના કારખાનાના માલિક ફરાર

સુરતમાં 70 રત્ન કલાકારોને 2 મહિનાનો પગાર મળ્યો નહીં

  • આ તમામ રત્ન કલાકારો શ્રી શક્તિ જેમ્સ ડાયમંડ કંપનીમાં કામ કરે છે
  • 2 મહિનાથી નથી ચુકવવામાં આવ્યો પગાર
  • 3 લોકોના નામે છે કંપની
  • ત્રણેયના ફોન અત્યારે બંધ આવે છે

આ તમામ રત્ન કલાકારો સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલી શ્રી શક્તિ જેમ્સ ડાયમંડ કંપનીમાં ડાયમંડ કટીંગ અને પોલીસીનું કામ કરતા હતા, પરંતુ લોકડાઉનથી અત્યાર સુધી તેમને કંપનીના માલિક દ્વારા પગાર ચુકવવામાં આવ્યો નથી. મેનેજર દ્વારા વારંવાર પગાર મળી જશે, એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે કંપનીના ત્રણેય માલિક ફોન સ્વીચ ઓફ કરી રત્ન કલાકારોને કોઈ જવાબ આપી રહ્યા નથી. જેને કારણે રત્ન કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે ધંધુકિયા નિકુલે જણાવ્યું હતું કે, આ કંપનીમાં તે ગત 8 મહિનાથી કામ કરે છે, પરંતુ 2 મહિનાથી તેમને પગાર આપવામાં આવ્યો નથી. કંપની અગાઉ પણ પગાર આપવામાં મોડું કરતી હતી. વારંવાર ફરિયાદ કરવા છતાં પગાર આપવામાં આવ્યો નથી. લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં ઘર ચલાવવા માટે આર્થિક તંગી હોવાના કારણે વારંવાર કંપનીના સંચાલકો પાસે પગારની માગણી કરવામાં આવી હતી, પરંતુ હાલ કંપનીના ત્રણેય માલિક ફોન સ્વીચ ઓફ કરી કોઈપણ જવાબ આપી રહ્યા નથી. જેથી આજે 25થી વધુ રત્નકલાકારો સુરત રત્ન કલાકાર વિકાસ સંઘની કચેરીમાં હાજર થયા છે.

આ અંગે સુરત રત્ન કલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, આશરે 70થી વધુ રત્ન કલાકારોને આ કંપની દ્વારા પગારની ચુકવણી કરવામાં આવી નથી. કંપની બંધ કરી દેવામાં આવી છે અને કંપનીના માલિકના રહેઠાણની તપાસ કરવામાં આવતાં, માલિક પણ ત્યાં મળ્યા નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, પગારની ચૂકવણી નહીં થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત લેબર કમિશ્નરને પણ આ અંગે જાણ કરવામાં આવશે .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.