ETV Bharat / city

કોરોના કાળમાં પણ સિન્થેટિક ડાયમંડના નિકાસમાં બે ગણો વધારો - સિન્થેટિક ડાયમંડના નિકાસ

રિયલ ડાયમંડની સાથે-સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સિન્થેટિક ડાયમંડની જ્વેલરીના એક્સપોર્ટમાં બે ગણો વધારો જોવા મળ્યો છે. એક્સપોર્ટના આંકડાઓ જોતા આવનાર દિવસોમાં સુરત સિન્થેટિક ડાયમંડ અને જ્વેલરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો હબ બને તેવી આશા સર્જાઈ છે.

કોરોના કાળમાં પણ સિન્થેટિક ડાયમંડના નિકાસમાં બે ગણો વધારો

author img

By

Published : Dec 16, 2020, 4:43 PM IST

  • સુરત સિન્થેટિક ડાયમંડ અને જ્વેલરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો હબ બને તેવી આશા
  • નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ
  • રિયલ ડાયમંડની સાથે-સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો

સુરત: રિયલ ડાયમંડની સાથે-સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો જોવા મળી રહ્યો છે. 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ રિયલ ડાયમન્ડ અને સિન્થેટિક ડાયમન્ડ બંનેની કિંમતને લઈ તુલના કરી શકાય નહીં. કારણ કે નેચરલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડના કિંમતમાં ખૂબ જ વધારે ફરક હોય છે. જો આંકડા ઉપર નજર કરીએ તો 2019 નવેમ્બર એક્સપોર્ટમાં ભારતનો કર્ટ અને પોલીશીંગનો બિઝનેશ 620 મિલિયન ડોલરનો હતો. જો કે કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયો છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં 92 ટકા ગ્રોથ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મળ્યો છે. બે ગણો કરતા પણ વધારાનો બિઝનેસ સિન્થેટિક ડાયમંડમાં થયો છે.

2020 નવેમ્બરમાં 423 મિલીયન ડોલરનો એક્સપોર્ટ સિન્થેટિક ડાયમંડમાં થયો

રિયલ ડાયમન્ડની સાથે ધીમે-ધીમે ભારતમાં સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શનનો ગ્રોથ પણ વધતો જાય છે. નવેમ્બર 2019માં 276 મિલિયન ડોલર સિન્થેટિક ડાયમંડ જ્વેલરીન એક્સપોર્ટ કરી હતી. જેમાં વર્ષ-2020 નવેમ્બરમાં ભારે ઉછાલો જોવા મળ્યો છે. 2020 નવેમ્બરમાં 423 મિલીયન ડોલરનો એક્સપોર્ટ સિન્થેટિક ડાયમંડમાં થયો છે. કોરોના કાળમાં પણ બે ગણા કરતા વધારે બિઝનેસ સિન્થેટિક ડાયમંડમાં થયો છે.

કોરોના કાળમાં પણ સિન્થેટિક ડાયમંડના નિકાસમાં બે ગણો વધારો

સિન્થેટિક ડાયમન્ડ અને જ્વેલરીના એક્સપોર્ટમાં મોટો જમ્પ થશે

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, ભારતમાં સિન્થેટિક ડાયમંડનો પ્રોડક્શન વધતુ જાય છે. વેપારીઓ મશીનો નાખી રહ્યા છે. જેથી આવનાર દિવસોમાં સિન્થેટિક ડાયમન્ડ અને જ્વેલરીના એક્સપોર્ટમાં મોટો જમ્પ જોવા મળશે. જો કે રિયલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડમાં આંકડાકીય તુલના ન કરી શકાય.

ભારત પાસે રો મટીરીયલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બન્ને છે

તેઓએ વધુમાં જણાવ્યું કે, આપણી પાસે ટેકનોલોજી છે. ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગ કરી શકે છે. વર્કરો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ અગાઉ રો મટીરીયલ નહોતા. જે દેશ પાસે રો મટિરિયલ છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જો કે હાલ ભારત પાસે બંને વસ્તુઓ છે. જેથી નેચરલ અને સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શન ભારત થઇ રહ્યું છે. પ્રોડક્શન બાદ જે સંપૂર્ણ પ્રોસેસ હોય છે. તેનું સેટ અપ પણ ભારત પાસે અગાઉથી જ હતું. જેથી આખી લિંક થઈ ગઈ છે. જેથી આવનાર દિવસોમાં ભારતના હીરાઉદ્યોગને ચોક્કસથી લાભ થશે.

500 કરતા વધારે મશીનો કાર્યરત

સુરતની વાત કરવામાં આવે તો 500 કરતા વધારે મશીનો કાર્યરત છે, એક મશીન દર મહિને 35 કેરેટનો માલ પ્રોડક્ટ કરે છે, ધીમે-ધીમે સિન્થેટિક ડાયમંડનો ઓર્ડરો આવવા લાગ્યા છે, જેથી વેપારીઓ યુનિટો નાખતા જાય છે. દિવસોમાં સુરત મોટા ગ્રોથ સાથે સુરત સિન્થેટિક ડાયમન્ડ ઇન્ટરનેશનલ લેવલ પર આગળ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.