ETV Bharat / city

તાનાશાહોને ભગાડવા હોય તો દરેક જુલમ સહન કરવો પડશે : ગોપલ ઇટાલિયા

સુરત શહેરમાં (Surat city Aadmi Party news) આજરોજ લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા નિકળી હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપલ ઇટાલિયા (aap state president Gopal Italia) સાહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા. યાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

author img

By

Published : Mar 27, 2022, 2:25 PM IST

Updated : Mar 27, 2022, 6:58 PM IST

તાના સહી ભગાડવી હોય તો દરેક જુલ્મ સહન કરવો પડશે : ગોપલ ઇટાલિય

સુરત: શહેરમાં આજરોજ લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલના (Sangeeta Patil, MLA of Limbayat area) ગઢમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા નિકળી હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપલ ઇટાલિયા (aap state president Gopal Italia) સાહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. યાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ પહેલાં બે વખત તિરંગા યાત્રાની મંજૂરી આપવામાં આવી ન હતી. યાત્રાને જોઈને કહી શકાય છે કે, આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીની (Assembly elections 2022) તૈયારી શરૂ કરી દીધી છે. તો બીજી બાજુ ભાજપે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

કાર્યકર્તાઓમાં ખુબ જ ઉત્સાહ: આપના પ્રદેશ અધ્યક્ષ ગોપલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, દેશના રાષ્ટ્ર ધ્વજનું સન્માન વધે એ માટે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી છે. આજે પહેલી વખત લિંંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા નિકળી છે. જોકે રાષ્ટ્ર ધ્વજ લહેરાવવા ની મંજૂરી લેવાની ન હોય આ તો ભાજપની તાનાશાહ છે. આજે રાષ્ટ્રધ્વજ લહેરાવી મંજૂરી મળી છે. તો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમારા અહીંના નેતા કિરણ સોનવે, પંકજ ડાયરે અને બાકીના તમામ કાર્યકર્તાઓના સહયોગથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. દેશમાં ક્રાંતિ પરિવર્તન લાવવું હોય તો તાના શાહીને ભગાડવી હોય તો દરેક જુલ્મ સહન કરવો પડશે. અમારા તમામ કાર્યકર્તાઓ દરેક જુલ્મ સહન કરીને તિરંગા નું આન બાન શાન વધારવાનું કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: AAPએ પંજાબ વિધાનસભા ચૂંટણી જીતાડનારા 'ચાણક્ય'ને બનાવ્યા ગુજરાતના પ્રભારી

વિધાનસભાની ચૂંટણી 2022: વધુમાં તેઓએ કહ્યુકે, વિધાનસભાની ચૂંટણી 2022 માટે અમારા કાર્યકર્તાઓ તૈયાર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગામડે ગામડે સભાઓ, રેલીઓ, તિરંગા યાત્રા, ધરણા, વિરોધ પ્રદર્શન, લોક સમસ્યાનો વાચા આપવાના કાર્યક્રમો કરી લોક સંગઠન કરી રહ્યા છે. આ રીતે વિકલ્પની રાજનીતિ ગુજરાતમાં આગળ વધારવા માટે કરી રહી છે. અને આપને પંજાબ જેવી સફળતા ગુજરાતમાં 100 ટકા મળશે.

Last Updated : Mar 27, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.