- મહામારીમાં પણ લોકો કરી રહ્યા છે કાળાબજારી
- 720 રૂપિયાના ઇંજેક્શનના લોકો આપી રહ્યા છે 7000
- સરકારી દાવાઓ પોકળ
સુરત : કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાની સારવાર માટે અત્યંત જરૂરી એવા રેમડેસિવીર ઇંજેક્શનની અછત ના પડે એ માટે સરકાર પૂરતા સ્ટોકનો દાવો કરી રહી છે પણ આ પહેલા સુરતમાં ઇંજેક્શનની કાળાબજારીનો કિસ્સો સામે આવ્યો છે આરોપ છે કે પ્રાઇવેટ હોસ્પિટલ 720ની કિંમતના ઇંન્જેક્શનના 7000 હજાર રૂપિયા લીધા છે.
ઇંજેક્શનની કાળા બજારી
એક બાજુ રાજ્ય સરકાર કહી રહી છે કે રેમડેસિવીર ઇંજેક્શનની અછત નથી ,તો બીજી બાજુ કોરોનાના દર્દીઓ ઇંજેક્શન માટે સુરતમાં તમામ મેડિકલ સ્ટોર પર વલખા મારી રહ્યા છે, પરંતુ આ ઇંજેક્શન ક્યાય મળી રહ્યા નથી. 720 રૂપિયાના ઇંજેક્શન માટે તેઓ સાત હજાર રૂપિયા આપ્યા હોવાની જાણકારી મળી રહી છે. સંજય ચૌબે નામના વ્યક્તિએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ઇંજેક્શનની કાળાબજારી ચાલી રહી છે, મજબૂરીમાં વધારે કિંમત આપી લોકો ઇન્જેક્શન ખરીદી રહ્યા છે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓને 6 ઇંન્જેક્શન લગાવવાનું જણાવે છે પણ પરંતુ એક ઇન્જેક્શન લેવા માટે આખુ શહેર ફરવુ પડે છે.
720ના 7000 આપવા લોકો મજબૂર
કોવિડ દર્દીના પરિજન સંજય ચૌબેએ જણાવ્યું હતું કે રેમડેસિવીર ના 6 ઇન્જેક્શનની જરૂરિયાત હતી, પરંતુ આખા સુરતમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા આ ઇંજેક્શન ક્યાય ઉપલબ્ધ નથી. ડોક્ટરે કીધું કે આ ઇંજેક્શન સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળી રહેશે પરંતુ ત્યાં તપાસ કરતાં પણ આ ઇંજેક્શન ઉપલબ્ધ નહોતા. બહાર તપાસ કરતાં જે લોકો આ ઇંજેક્શન આપવાનું કહે છે તેઓ 720 ની જગ્યાએ 7000 લઇ રહ્યા છે મજબૂરીના કારણે અત્યારે અમે સાત હજાર રૂપિયાના રેમડેસિવીર ઈન્જેક્શન લીધા છે. બીજી બાજુ સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે સુરતમાં હાલ ઇન્જેક્શનની અછત નથી રાજ્ય સરકારે ઇન્જેક્શનનો જથ્થો મોકલ્યો છે.