- ગુજરાતમાં તૌકેતે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા
- સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલમાં જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાઇ
- ડૉક્ટરની ટીમ સાથે સિવિલ ટ્રોમા સેન્ટર પર બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ
સુરત : તૌકેતે વાવાઝોડાને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના છૂટાછવાયો હળવો અને સોમવાર, મંગળવારના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ મહતમ KM સુધીની ઝડપે ફૂંકાય શકે તેવી સંભાવના છે. બપોર બાદ શહેરના વિવિધ વિસ્તારમાં હળવો પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને હાલાકી સામનો ન કરવો પડે પહેલાથી જ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલ, સિવિલ કોવિડ હોસ્પિટલમાં તમામ પ્રકારની જનરેટરની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વાવાઝોડાની અસર જોવા મળે અને પવન ફૂંકાય અને વીજળી ગુલ થઈ જાય એ દરમિયાન જનરેટરનો ઉપયોગ કરી વીજળી પૂરી પાડવામાં આવશે, જેથી સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ મુશ્કેલી પડશે નહીં.
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાને લઈને વીજ તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ: સૌરભ પટેલ
દર્દીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ડૉક્ટર્સની ટીમ તહેનાત કરી દેવામાં આવી
નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકે જણાવ્યું હતું કે, તૌકેતે વાવાઝોડાને લઈને સુરત તંત્ર એકદમ અલર્ટ છે. વાવાઝોડાના જોખમના ભાગરૂપે પૂરતા પાણીનો જથ્થો મળી રહે તે માટે સંગ્રહ કરી દેવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. દર્દીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ડૉક્ટર્સની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ટ્રોમા સેન્ટર પર બેડની તૈયારી રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં 8 જનરેટર ચાલુ વ્યવસ્થામાં છે. જનરેટર મોનિટરિંગ માટે એક ટીમ બનાવી દેવામાં આવ્યું છે. તેમના દ્વારા જનરેટરનું કલાકે કલાકે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી વાવાઝોડાને કારણે વીજળી બંધ થાય તો દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે અને જનરેટરનો ઉપયોગ કરી શકાય.
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થવા દઈએ : મુખ્યપ્રધાન