- ડો. પારુલ 9 માસની દિકરીને છોડીને કરે છે કોરોના દર્દીઓની સેવા
- ડોક્ટર્સ મહામારીમાં પોતાના બાળકને સમય આપી શકતા નથી
- મહામારીમાં કામ કરી રહેલી દરેક માતા માટે આ વિકટ પરિસ્થિતિ
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હાલ નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના ઇન્ચાર્જ ડો. પારુલ વડગામા છે. તેમની ૯ વર્ષની દીકરી છે જે ઘરે મેડ સાથે રહે છે. છેલ્લા 2 મહિનાથી જે રીતે સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તેના કારણે દરરોજ નવી સિવિલ હોસ્પિટલમાં 800થી લઈને 1000 સુધી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. તમામ દર્દીઓની મેડિકલ કન્ડિશનથી લઈને સારવાર અંગેની રિપોર્ટ ડો. પારુલ વડગામા દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં 18 કલાક સુધી તેઓ હોસ્પિટલમાં કામ કરતા અને મોડી રાત્રે તેઓ પોતાના ઘરે જતા હતા ત્યારે તેમની નાનકડી દીકરી સુઈ જતી હતી અને જ્યારે તેઓ સવારે ઉઠતા હતા ત્યારે હોસ્પિટલ જવાનો સમય થઇ જતો હતો. આમ આ 24 કલાક દરમિયાન તેઓ માત્ર 1 જ કલાક પોતાની દીકરીને આપી શકતા હતા.
આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં પગાર સાથે કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવાની માગ સાથે 11 ડોક્ટર ધરણા પર ઉતર્યા
દીકરી સાથે વીડિયો કોલ કરીને વાતચીત કરે છે
પોતાની માસૂમ દીકરીને ઘરે મૂકીને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા પારુલ વડગામા દિવસ દરમિયાન પોતાની દીકરી સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમના પતિ પણ ડોક્ટર છે અને જ્યારે બન્ને દંપતી કામ પર હોય ત્યારે સમજી શકાય કે આવી મહામારીમાં તેઓ પોતાના બાળકને સમય આપી શકે એમ નથી. વધુમાં કહ્યું કે, એવું પણ લાગે છે કે, અમારા બાળકને સમય આપી શકતા નથી અને અમારી જેમ અનેક મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે આવી જ સમસ્યા છે અને ખાસ કરીને તબીબી અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી માતાઓની..
આ પણ વાંચો: સુરતમાં 43 વર્ષીય કોરોના દર્દીની 40 દિવસની લાંબી સારવાર,13 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થયા
ફરજ સાથે તેઓ પોતાના બાળકની કાળજી પણ લઈ રહ્યા છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાની બાળકીને છોડીને અમે કોરોના દર્દીઓની સારવાર કરતાં હોઈએ છીએ ત્યારે બાળકોના વિચાર પણ મગજમાં આવતા હોય છે. એકવાર મારી નવ વર્ષીય બાળકીને આટલી હદે ભૂખ લાગી હતી કે તે પોતાની જાતે હાથથી જમવાનું કાઢવા ગઈ અને દાઝી ગઈ હતી. રડતા રડતા તેને ફોન પણ કર્યો હતો. આવી સ્થિતિમાં જલ્દી ઘરે પહોંચવાના વિચાર આવતા હતા. મહામારીમાં કામ કરી રહેલી દરેક માતા માટે આ વિકટ પરિસ્થિતિ છે. પરંતુ, ફરજ સાથે તેઓ પોતાના બાળકની કાળજી પણ લઈ રહ્યા છે.