સુરત: સુરતના માતાપુત્રી ડબલ મર્ડર (Double Murder Case Surat) કેસમાં એક બાળકીની ડેડ બોડી મળી હતી. ત્યારબાદ માતાની ડેડ બોડી મળી આવી હતી. આ કેસમાં આરોપીઓને ગતરોજ દોષી ઠેરવવામાં આવ્યા હતાં. આરોપીઓને આજે ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. હવે 7મી તારીખે ચુકાદો આપવામાં આવશે.
આરોપીઓને ગઈકાલે દોષી ઠેરવવામાં આવ્યા હતા
પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચી હતી. આ બંને આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 100 જેટલા દાસ્તાવેજો, 42 જેટલા સાક્ષીઓ, પોલીસની જુબાની તથા અન્ય પુરાવોથી આરોપીઓને ગતરોજ કોર્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Double Murder Case Surat: 2018માં માતાપુત્રીની હત્યાના કેસમાં કોર્ટે બંને આરોપીઓને દોષી ઠેરવ્યાં
બાળકીના શરીર પરથી 78 જેટલા નિશાન મળ્યા હતા
સરકારી વકીલ (Public prosecutor Surat) પી.એમ. પરમારના જણાવ્યા પ્રમાણે, પાંડેસરા પોલીસ સ્ટેશન (Pandesara Police Station) માં નોંધાયેલા ગુના મુજબ આરોપી હર્ષ સહાય ગુર્જર અને હરીઓ ગુર્જરને દોષી ઠરાવ્યા છે. આ બન્ને આરોપીઓએ જે પ્રમાણે ગુનો (Sit) કર્યો હતો તેના અનુસંધાને આરોપીઓને કેટલી સજા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આરોપીએ બંને માતા-પુત્રીની હત્યા કરી નાંખી હતી. બાળકીના શરીર ઉપરથી 78 જેટલા ઇજાના (Crime in Surat) નિશાનો મળી આવ્યા હતા. તેમમે વધુમાં જણાવ્યું કે, પુત્રીની સામે જ આરોપીએ માતાની હત્યા કરી નાંખી હતી અને તેની ડેડબોડીને ઝાડીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ કોઈને જાણ ન કરે તે માટે આરોપીએ પુત્રીને પોતાની સાથે 10 દિવસ સુધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું અને બાળકીની પણ હત્યા કરી નાંખી હતી. બાળકીની ડેડબોડીને જોતા એવું લાગતું હતું કે, બાળકીનો રડતા રડતા જીવ જતો રહ્યો હશે. પોક્સો એક્ટ કલમ હેઠળ 12 વર્ષ કરતા ઓછી ઉંમરના આ પ્રકારના ગુનાઓ કરવામાં આવે તો ફાંસીની સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા આગામી 7 તારીખે ચુકાદો આપવામાં આવશે.
શું હતી ઘટના?
સુરત શહેરમાં 4 એપ્રિલના રોજ પાંડેસરાના વિસ્તારના સાંઈ મોહન સોસાયટી નજીક સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડની ઝાડીઓમાંથી એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ ફરિયાદી ઓમપ્રકાશ બનવારી સિંગે પાંડેસરા પોલીસને કરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે બાળકીની ડેડબોડીનું પંચનામું કરી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મોકલી તેની માતાની પણ શોધખોળ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી છે. તેના 4 દિવસ બાદ જ તેની માતાની ડેડબોડી મળી આવી હતી. આ બંનેની ઓળખ માટે પોલીસે આખા દેશમાં કુલ 6500થી વધુ પોસ્ટરો લગાવી પરિવારને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પરિવારની કોઇ ભાળ મળી નહોતી.
આરોપી અને મહિલા વચ્ચે થયો હતો ઝઘડો
અંતે પોલીસને CCTV હાથ લાગતા જ પોલીસે CCTVની દિશા તરફ તપાસ આગળ વધારી હતી. CCTV ફૂટેજમાં બ્લેક કલરની ગાડીથી જ આ કેસના આરોપી સુધી પહોંચી શકાયું. આરોપી અને મહિલા વચ્ચે કોઈ વાતે ઝઘડો થયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ બંને આરોપીઓને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, આ બંને માતા અને પુત્રીને રાજસ્થાનના એક ગામમાંથી સુરત કામ માટે લાવવામાં આવ્યા હતા. આરોપીએ માતા અને પુત્રીને સુરત જિલ્લાના કામરેજ ઉપર ચાલતી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ આપ્યું હતું. ત્યાં થોડા દિવસ કામ કર્યા બાદ આરોપી અને મહિલા વચ્ચે કોઈ વાતે ઝઘડો થતા આરોપીએ મહિલાને ફાંસો આપી પતાવી દીધી હતી. ત્યારબાદ મહિલાની ડેડબોડીને ડુમસરોડ ઉપર ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. આરોપીએ પુત્રીને પોતાની સાથે જ રાખી હતી. ત્યારબાદ પુત્રી માતાને લઇ કોઈ પ્રશ્ન ઊભો કરે તે પહેલા તેને પણ મારી નાંખવામાં આવી હતી અને તેને પાંડેસરામાં ઝાડીઓ ફેંકી રાજસ્થાન નાસી ગયો હતો.