ETV Bharat / city

Doctors Suspended In Surat : અડધો કલાક દોડાવનાર ડોક્ટરોના થયા બુરા હાલ, સસ્પેન્સનનો પડ્યો માર

સુરતની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગ મામલે 4 રેસિડેન્ટ ડોક્ટરોને 60 દિવસ માટે સસ્પેન્ડ (Doctors Suspended In Surat) કરવામાં આવ્યા છે. વધુ જાણવા ક્લિક કરો.

Doctors Suspended In Surat : સુરતની આ હોસ્પિટલમાં રેગિંગ મામલે 4 રેસિડેન્ટ ડોક્ટરોને થઈ સજા, જાણો શી સજા અપાઈ

author img

By

Published : Mar 31, 2022, 5:01 PM IST

Updated : Mar 31, 2022, 6:39 PM IST

સુરત : મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગ મામલે 4 રેસિડેન્ટ ડોક્ટરોને 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સિનિયર ડોકટરો દ્વારા જૂનિયર ડોક્ટરોને દોડાવીને રેગિંગ કરાવવામાં આવતું હોવાના વાયરલ વિડીયો બાદ કમિટી દ્વારા કરાયેલી તપાસ બાદ (Doctors Suspended In Surat) નિર્ણય લેવાયો છે.

તપાસ કમિટી બેઠી- સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર ડોકટરો દ્વારા જુનિયર ડોક્ટરોને દોડાવીને રેગિંગ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઇ સ્મીમેર હોસ્પિટલ ખાતે મેયર અને ડીનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તપાસમાં કમિટીની રચના કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલના અલગ અલગ પાંચ વિભાગોના હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોક્ટરોનો આ તપાસ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિડીયોના આધારે હાલ તપાસ (Doctors Suspended In Surat)શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા

ફેકલ્ટી મેમ્બરની તપાસ કમિટીએ અહેવાલ રજૂ કર્યો - સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો વિદિત પાઠક, હર્ષ મોદી, ઉત્સવ પટેલ સહિત ધ્રુવ આગઝાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. સ્મીમેર હોસ્પિટલની પાંચ ફેકલ્ટી મેમ્બરની તપાસ કમિટીએ અહેવાલ રજૂ કર્યો હતો. ડીન દ્વારા તપાસ રિપોર્ટ પાલિકા કમિશનરને સોંપવામાં આવતા રેસિડેન્ટ તબીબોને સસ્પેન્ડ (Doctors Suspended In Surat)કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ Raging In Jamnagar Physiotherapy College: એન્ટિ રેગિંગ કમિટીની તપાસમાં 15 વિદ્યાર્થી દોષી જાહેર

ગેરરીતિ પણ બહાર આવી -આ અંગે સુરત સ્મીમેર હોસ્પિટલના ડીન દીપક હોવલે જણાવ્યું હતું કે વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓનું (Doctors Suspended In Surat) પુનરાવર્તન ન થાય તે માટે ચેતવણી પણ આપવામાં આવી હતી. તપાસમાં રેસિડેન્ટ ડોક્ટરોની ગેરરીતિ બહાર આવી હતી.

આમ બન્યું હતું રેગિંગ- સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગનો બનાવ સામે આવ્યો હતો. 3 સિનિયર વિદ્યાર્થીઓએ બે જૂનિયર વિદ્યાર્થીઓને અડધો કલાક સુધી દોડાવ્યાં હતાં. કેઝ્યુલિટી વિભાગ પાસે શનિવારે રાત્રે 10 વાગ્યાની આ ઘટના બની હતી.જેની ક્લિપ વાઇરલ થતાં ડીને રેગિંગ ગણાવી તપાસ શરૂ કરી હતી.. બીજી તરફ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું.વિડીયોમાં તાત્કાલિક સારવાર વિભાગ બહાર એક મેડિકલ વિદ્યાર્થી કેઝ્યુલિટીથી લઇ મુખ્ય કેસ બારીના ભાગે વધુ સમય સુધી દોડતો દેખાઈ રહ્યો હતો. તેનો શ્વાસ ફુલવા લાગ્યો હતો અને પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે જૂનિયર વિદ્યાર્થીને સીનિયર વિદ્યાર્થીઓએ સજા માટે દોડાવ્યો હતો.સાથે સીનિયર રેસિડેન્ટ ડોક્ટરો જૂનિયર વિદ્યાર્થીઓને સારવાર માટે આવેલા દર્દી તેમના સંબંધી તેમજ સ્ટાફ અને અપમાનિત કરી રહ્યાં હતાં. ઓર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ વિદ્યાર્થીઓ તેમના વિભાગના એક જુનિયર વિદ્યાર્થીને હેરાન કરતાં હતાં. અન્ય એક જૂનિયર વિદ્યાર્થી સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરતાં હોવાનું પણ સામે આવ્યું હતું.

Last Updated : Mar 31, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.