ETV Bharat / city

Doctors Strike In Surat: સરકારે ન પાળ્યો વાયદો, GMTAની પડતર માંગણીઓને લઈને સુરતના સરકારી ડોક્ટરો હડતાલ પર - ગુજરાતમાં તબીબી શિક્ષકોની સેવા

GMTAની માંગને લઇને સુરતની સરકારી હૉસ્પિટલના ડૉક્ટો હડતાલ (Doctors Strike In Surat) પર ઉતર્યા છે. તબીબોની તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા નિયમિત કરવામાં આવે તે સહિતની માંગો છે. એક જ સ્થાઈ ઠરાવથી નિયમિત કરવામાં આવે.

સરકારે ન પાળ્યો વાયદો, GMTAની પડતર માંગણીઓને લઈને સુરતના સરકારી ડોક્ટરો હડતાલ પર

author img

By

Published : Apr 4, 2022, 4:38 PM IST

સુરત: આજથી સુરતમાં પણ સરકારી હૉસ્પિટલના ડૉક્ટરો હડતાલ (Doctors Strike In Surat) ઉપર ઉતર્યા છે. ડૉક્ટરો દ્વારા રાજ્ય સરકારને 31 માર્ચ સુધી તેમની માંગ સ્વીકારવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની માંગણી સંતોષવામાં ન આવતા આ તમામ ડૉક્ટરો હડતાલ (Doctors Strike in gujarat) ઉપર ઉતર્યા છે. રાજ્યના સરકારી ડૉક્ટરોની (Government Doctors strike in Gujarat) સાથે સુરતના ડૉક્ટરો પણ હડતાલ ઉપર ઉતર્યા છે. ગુજરાતના તબીબી શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી વ્યાજબી અને ન્યાય પ્રશ્નોનો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી.

આજદિન સુધી વ્યાજબી અને ન્યાય પ્રશ્નોનો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી.

તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી નથી- કોવિડ-19 મહામારી (Corona Pandemic In Gujarat)માં નિરંતર સેવા બજાવવા છતાં પણ હજી સુધી તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે કોઇપણ ચર્ચા કરવામાં આવી નથી. આરોગ્ય વિભાગ દ્વારા હડતાળ પાડી પોતાની માંગણી કરવામાં આવી રહી છે. તબીબી શિક્ષકો નમ્ર કાર્યકર સ્વભાવ અને સરકાર પર ભરોસો રાખતા હોવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે તબીબી ડૉક્ટરોમાં ભારે રોષ ફેલાયો છે.

આ પણ વાંચો: State Doctors Strike: રાજ્યના 10,000 સરકારી ડોક્ટર આજથી હડતાળ પર, જાણો કારણ

શું માંગણીઓ છે?- તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા (Service of medical teachers In Gujarat)નિયમિત કરવામાં આવે એક જ સ્થાઈ ઠરાવથી નિયમિત કરવામાં આવે. રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલી સેવા વિનિયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે. 2017થી 7માં પગારપંચ મુજબ નવા NPA અને Personal Pay મંજૂર કરવામાં આવે અને પગારની મહત્તમ મર્યાદા 2,37,500 કરવામાં આવે. આ ઉપરાંત તેમની માંગણી છે કે, Eligible તબીબી શિક્ષકોને CAS અને ટીકુના આદેશો તુરંત કરવામાં આવે. તબીબી શિક્ષણમાં બાકી રહેલા માત્ર એડહોક ટ્યુટરને અને સાતમા પગાર પંચ મુજબ 1-6-2016 થી મંજૂર કરવામાં આવ્યા છે તેવી જ રીતે GMERSમાં ફરજ બજાવતા સરકારી તબીબી શિક્ષકોને સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે. આવા અનેક પ્રશ્નોને લઈને તબીબી શિક્ષકો આજે હડતાળ ઉપર ઉતર્યા છે.

31 માર્ચ સુધી માંગો પુરી કરવાનો હતો વાયદો- CMTA પ્રમુખ કમલેશ દવેએ જણાવ્યું કે, અમે લોકોએ 10 વર્ષ પહેલા પણ આ આંદોલન કર્યું હતું. અમને છેલ્લે 16-5-2021ના રોજ સરકારે અમારા બધા પ્રશ્નોની માંગને લઇને બાંહેધરી આપી હતી. એ સમય દરમિયાન વિજય રૂપાણીની સરકાર હતી. પરંતુ એમણે જે બાંહેધરી કરી હતી તે હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. તે વાત પણ અમે ઘણી વખત સરકાર પાસે રજૂઆત કરી છે. ત્યારબાદ અમને ભરોસો આપવામાં આવ્યો કે, તમારા બધા જ પ્રશ્નો અમે હલ કરી દઈશું. પરંતુ આજ દિવસ સુધી અમે અમારી હડતાળ 3થી 4 વખત પાછા ખેંચ્યા બાદ પણ અને છેલ્લે એમ કહેવામાં આવ્યું કે, 31 માર્ચ સુધી તમારી માંગ પુરી કરી દેવામાં આવશે, પરંતુ 31 માર્ચ જતી રહી છે. હજુ સુધી અમારી માંગ પૂરી કરવામાં આવી નથી. જેને લઈને અમારા ડૉક્ટરોની અંદર ખૂબ જ રોષની લાગણી જોવા મળી રહી છે. એની માટે અમે લોકો હડતાલ ઉપર ઉતર્યા છીએ.

આ પણ વાંચો: Doctors strike called off : સરકારે તમામ માગ સ્વીકારી, હપ્તે ચૂકવણી થશે

સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે- વધુમાં જણાવ્યુંકે, અમારી સેવાલક્ષી માંગણીઓ છે. ડોક્ટરને પેન્શન પણ આપવામાં આવતું નથી. આમાં ડોક્ટર એક્સ્પાયર થઇ ગયા છે પરંતુ હજી સુધી તેમના પરિવારને પણ પેન્શન આપવામાં આવ્યું નથી. હજી સુધી 400થી 500 ડોક્ટરોના કેરલ એડવાન્સ ઓર્ડર હજી સુધી અટકાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારાથી સાતમા પગાર પંચ છે. તે મુજબ પણ અમને પગાર આપવામાં આવતો નથી. જો સરકાર અમારી માંગો પુરી કરે અમે તરત જ હડતાળ પાછી ખેંચી લઈશું.

કુલ 400 ડોક્ટર મળીને હોસ્પિટલ ચલાવશે- ડૉક્ટરની માંગોના પ્રશ્નો લઈને સરકાર પાસે ડૉક્ટર્સ દ્વારા ઘણીવાર માંગણી કરવામાં છે. પરંતુ તેમની માંગણી હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. જેને લઇને આખા ગુજરાતના સરકારી હૉસ્પિટલના ડૉક્ટર હડતાલ ઉપર ઉતર્યા છે. અમારી પાસે જે કોન્ટ્રાકટ પેરાડૉક્ટરો છે. તેમને ફરજ ઉપર રાખવામાં આવ્યા છે. જુનિયર ડૉક્ટરની ટીમ કુલ 400 ડોક્ટર મળીને હૉસ્પિટલ ચલાવશે., પરંતુ આમાં ઇમર્જન્સી અને OPD વર્ગ ચાલું રહેશે. આના કારણે દર્દીઓના સર્જરીમાં થોડો પ્રોબ્લેમ આવી શકે છે. સુરત સિવિલ હોસ્પિટલના 2થી 3 હજાર ડોક્ટરો હડતાળ ઉપર ઉતર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.