સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારને આમ આદમી પાર્ટી રાજ્યમાં શિક્ષણ પદ્ધતિ અને શાળાની કફોડી સ્થિતિ મામલે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ વેટિંગ લિસ્ટમાં છે. સ્માર્ટ ક્લાસ, અધતન સાયન્સ લેબ(Advanced Science Lab), સાથે શાળામાં મોટું પ્લેગ્રાઉન્ડ(Large playground at school) છે. શિક્ષકોની મહેનતના કારણે શાળાનું પરિણામ પણ સારું આવે છે. જેના કારણે સરકારી નોકરી કરનાર સહિત ડોક્ટર, એન્જીનીયર આ શાળાઓમાં પોતાના બાળકોના ભવિષ્ય જોઈ રહ્યા છે.
શાળાઓમાં નોંધણી માટે ત્રણ ગણી અરજીઓ આવી છે - ગુજરાતમાં એક મોડલ ચાલી રહ્યું છે, જેની અસર જમીન પર સતત જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યમાં સુરતની સરકારી શાળાઓમાં પ્રવેશ માટે ભારે ભીડ જોવા મળી રહી છે. આ શાળાઓ સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા ચલાવવામાં આવે છે. આ વર્ષે આ શાળાઓમાં નોંધણી માટે ત્રણ ગણી અરજીઓ આવી છે. તેની પાછળનું કારણ એ છે કે સુરતની સરકારી શાળાઓએ આધુનિક સુવિધાઓ આપવામાં ખાનગી શાળાઓને પાછળ છોડી દીધી છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વાલીઓ પોતાના બાળકોને સરકારી કે મ્યુનિસિપલ શાળાઓમાં ભણવા મોકલતા ખચકાય છે. પરંતુ, સુરતની સરકારી શાળા નંબર 354 છેલ્લા ત્રણ વર્ષથી વધુ સારા શિક્ષણને કારણે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને(Private school students) સતત આકર્ષિત કરી રહી છે. અહીં વાલીઓ પોતાના બાળકોના પ્રવેશ માટે તલપાપડ છે. એક જ બિલ્ડીંગમાં ચાલતી બે પાળી શાળામાં કુલ 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ આ સમયે 4042 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે. તેમને લકી ડ્રો દ્વારા પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો: ખરેખર સરકારી શાળાઓમાં બાળકોને મોકલવા વાલીઓ મજબૂર બન્યા છે? વિપક્ષે કર્યો કટાક્ષ
પ્રવેશ માટે 4042 જેટલી અરજીઓ - નંબર 334, 346, અને 355 સરકારી શાળાઓમાં 1000-1100 બેઠકો છે, જ્યારે આ શાળાઓમાં પ્રવેશ માટે 4042 જેટલી અરજીઓ આવી છે. આ જ કારણ છે કે શાળાઓએ લકી ડ્રોનો આશરો લેવો પડે છે. હવે બાળકોને લકી ડ્રો દ્વારા પ્રવેશ(School Admission by Lucky Draw ) આપવામાં આવશે અને બાકીના બાળકોને આવતા વર્ષે ફરીથી અરજી કરવાનું કહેવામાં આવશે. આ શાળાઓમાં કેટલાક શિક્ષકોના બાળકો પણ અભ્યાસ કરે છે. કેટલીક શાળાઓને લોકો તેમના બાળકોની નોંધણી કરાવવા માટે ભલામણોની પણ જરૂર પડે છે.
એડમિશન માટે ધસારો - આ સરકારી શાળા સંપૂર્ણ રીતે ડિજિટલ છે. શાળાની શિક્ષિકા રમા બહેને જણાવ્યું હતું કે, શાળાઓમાં એડમિશન માટે ધસારો જોઈ બીજી શાળા શરૂ કરવામાં આવી છે અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને ભણાવવામાં આવતા હોય છે સહિતની તમામ સુવિધા અને બાળકોને આપવામાં આવે છે. એટલું જ નહિ ચોપડા જમવાનું તેમજ આવા જવા માટે ખર્ચ પણ સ્કૂલ દ્વારા ચૂકવવામાં આવે છે.
માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે - કિશોર વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર અને પાલિકા દ્વારા જે સુવિધા આપવામાં આવે છે તે સાધનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યા છે આજ કારણ છે કે હું ઇચ્છું છું કે મારા બાળક સરકારી શાળામાં ભણે સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ(Mental development of students in school) પણ ઘણો સારો થાય છે સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને દિલ લગાવીને અભ્યાસ કરાવી રહ્યા છે. પ્રાઇવેટ શાળા કરતાં સરકારી શાળામાં શિક્ષણનું સ્તર ખૂબ જ સારું છે.
વર્ગ-2 સરકારી કર્મચારી છું - સરકારી નોકરી કરનાર સંજયે જણાવ્યું હતું કે, વર્ગ-2 સરકારી કર્મચારી છું પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને હું પોતે સરકારી શાળાનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું સરકારી શાળામાં પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને ભણાવવામાં આવી રહ્યો છે જે ભાર વિનાનું ભણતર છે.