- સુમુલ ડેરીના ડિરેક્ટરની માગ
- IFFCO વીમા સુરક્ષામાં કોરોના વાઇરસનો સમાવેશ કરી તેવી માગ
- સુમુલ ડેરીના ડિરેક્ટરે IFFCOને કરી રજૂઆત
સુરતઃ કોરોનાની મહામારીમાં લોકોને કોઇપણ જાતની મુશ્કેલી વગર શાકભાજી, અનાજનો જથ્થો પહોંચાડી રહેલા અને ખેડૂતો પ્રાણઘાતક કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતમાં અનેક ખેડૂતોએ કોરોનાના કારણે પ્રાણ ગુમાવ્યાં હોવાથી તેમના પરિવારજનોને યોગ્ય રાહત મળી રહે તે માટે લોકો દ્વારા ખાતરની ખરીદી સાથે ઇફકો (IFFCO) આપવામાં આવતા ખાતર અકસ્માત વીમા યોજનાનો લાભ આપવાની માંગણી ઉઠી છે.
આ પણ વાંચોઃ ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન
કિસાન વીમા યોજનાનો લાભ
ઇફકો(IFFCO) દ્વારા એક થેલી ખાતર દીઠ 4 હજારથી એક લાખ રૂપિયાની મર્યાદામાં કિસાન વીમા યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં કોરોનાની બીમારીનો પણ સમાવેશ કરવાની માંગણી સાથે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ નવી દિલ્હીના પ્રમુખ, ઉપપ્રમુખ અને MDને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી
ખેડૂતોને મોટો ફાયદો થશે
ખેડૂતના વીમા વળતર અંગે જયેશ પટેલે જણાવ્યું હતું કે, ઇફકો(IFFCO)એ ગત નાણાકીય વર્ષમાં સારો એવો નફો કર્યો છે અને વર્ષોથી ખેડૂતોને ખાતર, અકસ્માત વીમા યોજનાનો લાભ પણ આપવામાં આવે છે. જેમાં જો કોરોનાનો સમાવેશ કરવામાં આવે તો ગુજરાત અને ભારતના લાખો ખેડૂતોને મોટો ફાયદો થશે.