ETV Bharat / city

Surat Crime: જૂના પાર્ટનર દ્વારા એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરાની ચોરી

સુરતના કાપોદ્રામાં એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખની ચોરી કરનારા અરોપી અને તેના સાગરીતની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. જૂના પાર્ટનર દ્વારા જ અપમાન અને નુકસાનનો બદલો લેવા ચોરીને અંજામ આપ્યો હતો.

Surat Crime: જૂના પાર્ટનર દ્વારા એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરાની ચોરી
Surat Crime: જૂના પાર્ટનર દ્વારા એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરાની ચોરી
author img

By

Published : Jul 23, 2021, 12:54 PM IST

  • સુરતના કાપોદ્રા વિસ્તારમાં 30 લાખના હીરાની ચોરી
  • એક્ટિવા, હીરા અને રોકડા 1.16 લાખની ચોરી કરનારો ઝડપાયો
  • જૂના પાર્ટનર દ્વારા જ ચોરીને આપ્યો અંજામ

સુરત:શહેરના કાપોદ્રામાં એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખની ચોરી કરનારા અરોપી અને તેના સાગરીતની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. જૂના પાર્ટનર દ્વારા જ અપમાન અને નુકસાનનો બદલો લેવા ચોરીને અંજામ આપ્યો હતો.

Surat Crime: જૂના પાર્ટનર દ્વારા એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરાની ચોરી

એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખની ચોરી

મૂળ ભાવનગરના જેસરના ઉગલવાણના વતની અને સુરતના પુણા બુટભવાની રોડ કૈલાશધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય પરેશ દુધાત વરાછા મિનીબજારમાં સાગર ડાયમંડમાં ટેબલ પર બેસી હીરા લે-વેચના કામની સાથે કાપોદ્રા જવાહરનગર રોડ સાંઈનાથ સોસાયટી મકાન નં.59માં ત્રણ કારીગરો રાખી હીરાની એક ઘંટી ચલાવે છે. તેમજ કારગીલ ચોક પાસે જય સરદાર સ્કૂલની સામે નારાયણનગર સોસાયટી E-14માં ઓફિસ ધરાવે છે. પરેશ એક મહિના અગાઉ ખરીદેલા રૂ.30 લાખની કિંમતના 12 કેરેટ હીરા અને હીરા વેચાણના રોકડા રૂ.1.16 લાખ પાકીટમાં મૂકી અને તે પાકીટ પોતાના એક્ટીવાની ડીકીમાં મૂકી સાંજે 4.45 કલાકે નારાયણનગરની ઓફિસે આવ્યા હતા. એક્ટીવા ઓફિસ સામે પાર્ક કરી પરેશ સામેના ભાગે આવેલા મિત્ર પ્રવિણ ઝાલાવડીયાના કારખાનામાં કારીગર પાસે ગયા હતા.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

દોઢ મિનિટ બાદ તે ઓફિસેથી આવ્યા ત્યારે ત્યાં સામે પાર્ક કરેલું એક્ટીવા જોવા નહીં મળતા આજુબાજુના CCTV કેમેરા ચકાસ્યા હતા. જેમાં કાળો રેઇનકોટ પહેરી એક અજાણ્યો એક્ટીવા ડુપ્લીકેટ ચાવીથી ખોલી કે લોક તોડી લઈને જતો જોવા મળ્યો હતો. રૂ.30 લાખના હીરા અને રોકડા રૂ.1.16 લાખ સાથેના એક્ટીવાની ચોરી થતા પરેશએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસે પરેશની ફરિયાદના આધારે રેઈનકોટ પહેરેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ઘનશ્યામ નાકરાણી અને રાહુલ ચોડવડિયા નામના 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી ઘનશ્યામ હીરા દલાલ અને રાહુલ ટેમ્પો ડ્રાઈવર છે. પોલીસે તમામ મુદામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો: vadodara Crime Branch: રેલવે LCBએ ટ્રેનમાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપી

નકલી ચાવી બનાવી ચોરીને આપ્યો અંજામ

ઘનશ્યામે કબુલાત કરી હતી કે, થોડા વર્ષો પહેલા ફરિયાદી પરેશ દુધાત તેનો પાર્ટનર હતો. તેમાં પરેશના કારણે તેને ઘણું નુકસાન થયું હતું. પરેશના લીધે તેને આર્થિક રીતે ઘણું નુકસાન ભોગવવું પડ્યુ હતુ. તે સિવાય પરેશે ઘણી વખત તેનું અપમાન કર્યુ હતું. તેથી તેને નક્કી કરી લીધું હતું કે, પરેશને પણ નુકસાન પહોંચાડવું છે. પાંચેક મહિના પહેલા પરેશ પાસેથી કામ છે કહીને થોડા સમય માટે એક્ટિવા લીધી હતી. તે સમયે જ નકલી ચાવી બનાવી હતી. ઘનશ્યામને ખબર હતી કે, પરેશ બધું જોખમ એટલે કે કિંમતી વસ્તુઓ એક્ટિવાની ડીકીમાં મુકે છે. ઘનશ્યામ ચોરી કરવા માટે પાંચ મહિનાથી અખતરા કરતો હતો. સોમવારે તેને તક મળતા ચોરી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.