સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા સુભાષ મોણપરા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓએ રાધે ઈમપેક્ષ એચ.કે.લિમિટેડના માલિક હરેશ ધોળીયાને રૂપિયા ચાર કરોડનો હીરાના માલ આપ્યો હતો. જો કે, આ હીરાનો માલ ખરીદ્યા બાદ હરેશભાઈ દ્વારા પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી ન હતી. જેથી સુભાષભાઇએ પોતાના હીરાના વેચાણની રકમ અંગે ઉઘરાણી શરૂ કરી હતી. જે દરમિયાન પેમેન્ટ ચૂકવણીથી બચવા માટે હરેશભાઈએ નવી તરકીબ શોધી કાઢી હતી. તેઓએ અલગ અલગ પોલીસ મથકમાં ખોટી અરજીઓ તથા પોતે દવા પી જઇ સુભાષભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
![છેતરપિંડી કરનાર વેપારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5956227_805_5956227_1580819831509.png)