- છેલ્લા એક સપ્તાહથી બજારોમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે
- દિવાળીના તહેવાર પહેલા પુષ્ય નક્ષત્રમાં પણ 80 કરોડ જેટલો વેપાર નોંધાયો
- છેલ્લી ઘડીએ ધસારો અટકાવવા માટે લોકોએ એડવાન્સમાં બુકિંગ કરી દીધા
સુરત : કોરોનાની મહામારીને લઈને બે વર્ષથી તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી. પરંતુ આ વર્ષે સંક્રમણ ઓછું થતા સરકારે છૂટછાટ આપી છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી બજારોમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. તેમાં પણ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ લોકો ખરીદી કરતા પણ નજરે ચડી રહ્યા છે. દિવાળીના તહેવાર પહેલા પુષ્ય નક્ષત્રમાં પણ 80 કરોડની આસપાસનો વેપાર જવેલર્સને ત્યાં નોંધાયો હતો. જેથી ધનતેરસના ( Dhanteras 2021 ) દિવસે પણ સારો એવો વ્યાપાર થવાની આશા જ્વેલર્સો ( Surat Gems & Jewelery Market ) સેવીને બેઠા છે. આ ઉપરાંત સોનાચાંદીના ભાવમાં ( Gold Silver Price ) પણ ઘટાડો હોવાથી ધનતેરસને લઈને લોકોની કતારો જોવા મળી હતી. આ ઉપરાંત છેલ્લી ઘડીએ ઘસારો અટકાવવા માટે અનેક લોકોએ એડવાન્સમાં બુકિંગ કરી પણ દીધા હોવાની વિગતો મળી હતી.
લગ્નસરાની ખરીદી પણ કરી રહ્યાં છે
ધનતેરસના ( Dhanteras 2021 ) દિવસે સોનાચાંદીના દાગીનામાં સૌથી વધુ ખરીદી ચાંદીના વાસણની કરવામાં આવતી હોય છે. જયારે કેટલાક લોકો સોના ચાંદીનાની લગડી પણ ખરીદતા હોય છે. ચાંદીના વાસણમાં ગ્લાસ, ભગવાનને લગતા વાસણ જેવા ચાંદીની થાળી, વાસળી, ચમચી, લોટો જેવા વાસણની ખરીદી પણ કરવામાં આવી રહી છે. ધનતેરસ પર લોકો લગ્નસરા માટેની પણ ખરીદી કરતા જોવા મળ્યાં છે.
આ પણ વાંચોઃ જાણો આજે કઇ રીતે કરશો ધનતેરસની પૂજા ?
આ પણ વાંચોઃ ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર અદાવાદમાં, જ્યાં ધનતેરસમાં થાય છે વિશેષ પૂજા