ETV Bharat / city

હવે માર્કેટમાં આવ્યાં ‘મધુબની માસ્ક’, સુરતથી અમેરિકા-દુબઇ સુધી પહોંચશે આ માસ્ક - મધુબની માસ્ક

લોકડાઉનમાં રોજગારી ગુમાવી દેનારા બિહારના કલાકારો પોતાના કલાના માધ્યમથી આત્મનિર્ભર બની શકે તે ઉદ્દેશ્યથી સુરતના જલ્પા ઠક્કર દ્વારા આ ખાસ કલ્ચર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

mask
mask
author img

By

Published : Jun 9, 2020, 5:28 PM IST

સુરતઃ માસ્કની અનેક વેરાઈટી વચ્ચે વિદેશોમાં બિહાર મધુબની પેંટિંગ માસ્કની ડિમાન્ડ વધી છે. બિહાર વાયા સુરતથી અમેરિકા અને દુબઇ સુધી આ મધુબની માસ્ક પહોચશે. લોકડાઉનમાં રોજગારી ગુમાવી દેનાર બિહારના કલાકારો પોતાના કલાના માધ્યમથી આત્મનિર્ભર બની શકે તે ઉદ્દેશ્યથી સુરતના જલ્પા ઠક્કર દ્વારા આ ખાસ કલ્ચર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ આભિયાન થકી મધુબની કળાના આર્ટીસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ખાસ માસ્કની ડિમાન્ડ વિદેશોમાં બલ્કમાં છે.

હવે માર્કેટમાં આવ્યાં ડિઝાઈનર માસ્ક
બિહારની મધુબની કળા સુરત માટે હાલ પહેલી પસંદગી બની ગઈ છે. મધુબની કળા કે જે અત્યાર સુધી સાડી અને પેઇન્ટિંગમાં જોવા મળતી હતી તે હવે કોરોના કાળમાં માસ્ક ઉપર જોવા મળી રહી છે. માસ્ક પર બિહારના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પેઇન્ટિંગ જોઈ લોકો અને ખાસ કરીને મહિલાઓ માસ્ક ખરીદવા માટે ઉત્સાહી બન્યા છે. લોકડાઉન દરમિયાન બિહારના મધુબની એટલે મિથિલા કલાકારોને રોજગારનો મોટો પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ આ કલાકારોને આત્મનિર્ભર બનાવવા અને રોજગારી આપવાના ઉદેશ્યથી સુરતની હસ્તકલાના વ્યવસાય સાથે સંકળાયેલી જલપા ઠક્કરે બિહારના કલાકારો સાથે સંપર્ક કરી તેમણે મધુબની ડિઝાઉનર માસ્ક બનાવવા માટે પ્રસ્તાવ મુક્યો હતો.
ETv Bharat
મધુબની માસ્ક

જ્યારે આ માસ્ક ઓનલાઈન માધ્યમો થકી વિદેશમાં રહેતા લોકોએ જોયું તો તેઓ પણ આ મધુબની માસ્કના કાયલ થઈ ગયા છે. આ માસ્કની ડિમાન્ડ સુરત જ નહીં અમેરિકા, દુબઇ અને લંડનમાં પણ છે એટલે બિહારમાં તૈયાર આ મધુબની ડિઝાઈનર માસ્ક વાયા સુરતથી હવે વિદેશ જશે.

Etv Bharat
મધુબની માસ્ક

જલ્પાએ જણાવ્યું હતું કે, આ માસ્કનું ઓર્ડર બલ્કમાં છે. કોરોના કાળમાં દેશ જ નહીં વિશ્વભરમાં માસ્ક એ જીવનજરૂરિયાત બની ગઈ છે. હવે માસ્ક વગર ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે. માર્કેટમાં અનેક ડિઝાઈનર માસ્ક ઉપલબ્ધ છે. તેમ છતાં લોકો વેરાઈટી માંગી રહ્યા છે. ઘણી જગ્યાએ લોકોએ પહેલા કપડાના જ માસ્ક મળતા થઈ ગયા છે તો હવે બિહારની પ્રખ્યાત મધુબની આર્ટ ના માસ્ક બજારમાં લોકોને આકર્ષિત કરી રહ્યાં છે. આ માસ્ક ખરીદી લોકો આત્મનિર્ભર બનવા ઇચ્છતા કારીગરોને સક્ષમ બનાવવા પોતપોતાની રીતે આગળ આવી રહ્યા છે. લોકલ પ્રોડક્ટને પ્રખ્યાત કરવા માટે પણ લોકો આ માસ્ક ખરીદી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલમાં બજારમાં અલગ અલગ પ્રકારના માસ્ક મળી રહ્યા છે. મારી પાસે હમણાં બિહારની પ્રખ્યાત મધુબાની આર્ટના ખાસ કોટનના માસ્ક છે. આ માસ્ક ખાસ બિહારથી જ નાના હસ્તકલાના કારીગરોએ બનાવ્યા છે. તેઓને આવા સમયે રોજી મળી રહે તે ઉદેશ્ય સાથે આ માસ્ક બનાવડાવ્યા છે. સૌથી અગત્યની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આવાહન કર્યું છે તેને ધ્યાનમાં રાખી આ ઓર્ડર તેમને આપવામાં આવ્યો છે. ઓનલાઈન પેમેન્ટ પણ તેમને સમયસર કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, એક માસ્કની કિંમત 150 રૂપિયા છે અને આ વેચાણથી જે પણ પૈસા મળશે તે આ કારીગરોને આપવામાં આવે છે. જેથી તેઓ આ સંકટની ઘડીમાં થોડી આવક મેળવી ઘર ચલાવી શકે. એક કારીગર 30 થી 35 માસ્ક બનાવી 3000થી 4000 જેટલું કમાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.