- સુરતમાં શિખ સમુદાયના લોકોની સુરક્ષા વધુ કડક બનાવાય તેવી માગ
- રાષ્ટ્રીય શિખ સંગતે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- જમ્મુમાં બંદૂકની અણીએ શિખ યુવતીનું અપહરણ કરી તેના લગ્ન કરાવાતા હોવાનો આક્ષેપ
સુરતઃ શહેરમાં શિખ સમુદાયના રાષ્ટ્રીય શિખ સંગતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા સહિત શિખ સમુદાયના લોકોની સુરક્ષા અંગેની માગ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિખ સંગતે આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે, જમ્મુમાં બંદૂકની અણીએ માતાપિતાને બંધક બનાવી શિખ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. વિધર્મીએ શિખ યુવતી પર દબાણ કરી તેને લગ્ન માટે મજબૂર કરી હતી. આ અંગે શિખ સમુદાયના લોકોની લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે જ શિખ સમુદાયના લોકોની રક્ષા માટે સરકાર કડક કાયદો બનાવે તેવી માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- અમદાવાદમાં પ્રથમ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીની ધરપકડ
સરદાર સંપૂર્ણ દેશની રક્ષા કરતા હતા આજે એ પોતે ભારત દેશમાં રક્ષાની માંગ કરી રહ્યો છેઃ રાષ્ટ્રીય શિખ સંગત
સુરતના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા કવિતા દુબેએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં જે ઘટના બની છે. ઓછી ઉંમરની બાળકીઓનું ધર્માંતરણ કરી તેને 50 વર્ષના મૌલવી સાથે જબરદસ્તીથી લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવી ઘટના સુરતમાં પણ બની છે. અહીં 2 બાળકીઓને લવ જેહાદમાં ફસાવવામાં આવી છે. આ સાથે જ અન્ય સમાજની બાળકીઓને ફસાવવા ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જે સરદાર સંપૂર્ણ દેશની રક્ષા કરતા હતા. તે આજે ભારત દેશમાં રક્ષાની માગ કરી રહ્યો છે. આ અપમાનજનક વાત છે. જેવી રીતે રાજ્ય સરકારે નિયમ બનાવ્યા છે. તેવા જ કડક કાયદા કેન્દ્ર સરકાર બનાવે.
આ પણ વાંચો- Love jehad Case - વડોદરામાં નોંધાયો વધુ એક લવ જેહાદનો કેસ
યુવતીનું જબરદસ્તી ધર્માંતરણ કરાય છેઃ VHP
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ આક્ષેપ કર્યો હતો કે, રાત્રે 12 વાગે બાળકીઓનું અપહરણ કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં અને જબરદસ્તીથી બાળકી સાથે લગ્ન કરવામાં આવે છે અને તેને હેરાન કરવામાં આવે છે. આ ઘટના ખૂબ જ ટીકાત્મક છે. આ અંગે કેન્દ્ર સરકારે ધ્યાન આપવું જોઈએ.