- ડિલિવરી ચાર્જમાં વધારો કરતા કાપડ વેપારી અને વિવર્સ સામે સામે આવી ગયા
- કાપડના વેપારી સંગઠનો દ્વારા બનાવાયેલા સંયુક્ત સંગઠન વેપારી એકતા મંચ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો
- વિવાદ આટલી હદે વધી ગયો કે વેપારીઓએ ધારાધોરણ તૈયાર કર્યા
સુરત: સુરતના વિવર્સ એસોસિએશન દ્વારા ડિલિવરી ચાર્જ પર પ્રતિ મીટર દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને કાપડના વેપારીઓ અને વિવર્સ વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ છે. વિવાદ આટલી હદે વધી ગયો છે કે, વેપારીઓએ ધારાધોરણ તૈયાર કર્યા છે. એટલું જ નહીં ધારાધોરણનું પાલન નહીં કરનારા અન્ય વેપારીઓ જોવી વર્ષ પાસેથી ગ્રેની ખરીદી કરશે તો તેમની ઉપર દબાણ લાવવાની પણ વાત કરવામાં આવી છે. સાથે વેપારી સંગઠનોને નિર્ણય લીધો છે કે, 1 એપ્રિલથી ફિનિશ કાપડની ડિલિવરી લેવામાં આવશે નહીં.
કાપડના વેપારીઓ દ્વારા એકતા મંચ બનાવવામાં આવ્યો
વિવર્સ દ્વારા પ્રતિ મીટર દસ પૈસા ડિલિવરી ચાર્જમાં વધારો કરતા કાપડ વેપારી અને વિવર્સ સામે સામે આવી ગયા છે. છેલ્લા એક મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે કાપડના વેપારીઓ દ્વારા એકતા મંચ બનાવવામાં આવ્યો છે. જેમાં અનેક વેપારીઓ-વિવર્સ આ નિર્ણયના વિરોધમાં એક થયા છે. વિવર્સ દ્વારા ડિલિવરી ચાર્જના વિરોધમાં ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેથી જ્યાં સુધી વિવર્સ આ નિર્ણય પાછા નહીં લે તે માટે અનેક નિયમો આ સંગઠનો દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કાપડ વેપારીઓમાં વિવાદ : ફોસ્ટા પદાધિકારીઓની ચૂંટણીની માગ સાથે પોસ્ટર લાગ્યાં
સંગઠનને 1 એપ્રિલથી મિલમાંથી ફિનિશ ડિલિવરી નહીં લેવાનું નક્કી કર્યું
કાપડના વેપારી સંગઠનો દ્વારા બનાવાયેલા સંયુક્ત સંગઠન વેપારી એકતા મંચ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ધારાધોરણનું પાલન નહીં કરતા અને વિવર્સ પાસે ગ્રે ખરીદી બારોબાર મોકલી આપતા વેપારીઓ પર દબાણ લાવવા સંગઠને 1 એપ્રિલથી મિલમાંથી ફિનિશ ડિલિવરી નહીં લેવાનું નક્કી કર્યું છે. છેલ્લા એક મહિનાથી ધારાધોરણના મુદ્દે વિવર્સ અને વેપારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. વિવર્સ ડિલિવરી ચાર્જ માંગી રહ્યા છે તો સામા પક્ષે વેપારીઓ વટાવતા દલાલી સહિત 6 ટકા માફીની માંગણી કરી રહ્યા છે.
માર્કેટમાં ડિલિવરી બંધ થઈ તો વેપારીઓએ ગ્રે કાપડ સીધા મિલમાં ડિલિવરી કરવાનું શરૂ કર્યું
બંને પક્ષના સંગઠનો દ્વારા નિયમો બનાવવામાં આવ્યો છે, પરંતુ કેટલાક વેપારીઓ અને વિવર્સ સંગઠનની વાત સાંભળી રહ્યા નથી. વેપારી અને વિવર્સ પોતાના સંબંધોને આધારે વેપાર કરી રહ્યા છે. માર્કેટમાં ડિલિવરી બંધ થઈ તો વેપારીઓએ ગ્રે કાપડ સીધા મિલમાં ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે. દરમિયાન કેટલાક વેપારીઓ તો હજુ પણ માર્કેટમાં ગ્રે મંગાવી રહ્યા છે. સંગઠનોના નિયમનું પાલન પાલન થઈ રહ્યું નથી. જેથી વેપારી એકતા મંચના નેજા હેઠળ વિવિધ કાપડ સંગઠનના આગેવાનો ભેગા થયા હતા.
આ પણ વાંચો: સુરતમાં કાપડ માર્કેટો 20-21 માર્ચ સંપૂર્ણ બંધ રાખવા ફોસ્ટાનો નિર્ણય