- બેલ્જિયમના રાજદૂત ફ્રાંકોઇસ ડેલહાયનું પ્રતિનિધિ મંડળ સુરતની મુલાકાતે
- સુરતમાં GJEPC- ગુજરાત રિજિયનના કાર્યલયની મુલાકાત લીધી
- બે દેશોને સ્પર્શતા વેપારના પ્રશ્નોની ચર્ચા-વિચારણા
સુરત: GJEPCના ગુજરાત રિજિયનના ચેરમેન દિનેશ નાવડિયાએ આ તકનો લાભ ઉઠાવી બેલ્જિયમના રાજદૂતને રજુઆત કરી હતી કે સુરત, મુંબઈ અને ભારતના અનેક હીરા વેપારીઓ બેલ્જિયમના એન્ટવર્પમાં ઓફિસો ધરાવી હીરાનો વેપાર કરે છે. પરંતુ વીતેલા કેટલાક વર્ષોમાં હીરા ઉદ્યોગકારોએ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે.
હીરા ઉદ્યોગને લગતા કેટલાક પ્રશ્નો
વિઝાના રિન્યુઅલને લઈ દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાની જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે ઉપરાંત બેલ્જિયમમાં બિઝનેસ શરૂ કરવા માટે બેંકો હીરા ઉદ્યોગકારોને ધિરાણ આપવામાં અનેક પ્રકારની ગેરંટી માગે છે. જે લોકો વર્ષોથી સ્થાયી થઈ વેપાર કરે તેના માટે બેલ્જિયમમાં ધિરાણ મેળવવી મુશ્કેલ બન્યું છે.
નવા ઉદ્યોગ સાહસિકોને ધિરાણ નહીં મળતું હોવાની રજૂઆત
હીરા ઉદ્યોગકારોએ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે કે બે દશો વચ્ચે આ ઉદ્યોગને લઇ વર્ષોનો સંબંધ છે. તેવી સ્થિતિમાં ડાયમંડ કંપનીઓ પર વિશ્વાસ રાખી બેલ્જિયમની બેંકોએ ધિરાણ આપવું જોઇએ. આ સંદર્ભમાં બેલ્જિયમના રાજદૂત ફ્રાંકોઇસ ડેલહાયે જણાવ્યું હતું કે વિઝા નવીનીકરણના પ્રશ્નો તેમની સમક્ષ આવ્યો છે. અને સરકાર સંવાદ કરીને આ પ્રક્રિયા સરળ કરશે.
સુવિધાઓ પણ પ્રેજન્ટેશનમાં બતાવામાં આવી
ભારતના હીરા ઉદ્યોગ માટે બેલ્જિયમ રફ ડાયમંડ માટેનો મુખ્ય સ્ત્રોત અને બંને દેશો એક-બીજા સાથે કાર્ય કરવા માંગે છે. દિનેશ નાવડિયા અને GJEPCના આસીસ્ટન્ટ ડાયરેક્ટર રજત વાણીએ મુંબઈ અને સુરત સ્પેશ્યલ નોટિફાઈડ ઝોન અને સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને લગતી સુવિધાની માહિતીઓ બેલ્જિયમ રાજદૂતને આપી હતી. તથા GJEPC દ્વારા ઊભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓ પણ પ્રેજન્ટેશનમાં બતાવામાં આવી હતી.