- United States Trade Representative દ્વારા લદાયો હતો 25 ટકા ટેક્સ
- Gem Jewelry Export Promotion Council તથા ભારત સરકારે કરી હતી online petition
- online petition ના પગલે USTR દ્વારા ટેક્સનો નિયમ 180 દિવસ મોકૂફ રાખ્યો
સુરત : ભારત સરકાર અને જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સીલ ( Gem Jewelry Export Promotion Council ) ની ઓનલાઇન પિટિશન ( online petition ) ના પગલે United States Trade Representative ( USTR ) એ ભારતથી હીરા સહિત 17 જેટલી ભારતીય ચીજ વસ્તુઓ પર લાદેલો 25 ટકા જેટલો ટેક્સ 180 દિવસ માટે મોકૂફ રાખ્યો છે.
આ પણ વાંચો - સુરતના હીરા ઉદ્યોગને કોરોનાકાળ ફળ્યો: ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં ભરખમ વધારો
અમેરિકાએ 25 ટકા જેટલો ટેક્સ લગાવ્યો હતો
Gem Jewelry Export Promotion Council ( GJEPC ) વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, નાણાપ્રધાન દ્વારા ઈ-કોમર્સ પર 2 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો. જેને બજેટમાં પરત ખેંચી લેવામાં આવ્યો છે પરંતુ અત્યાર સુધી તે અંગેનું નોટિફિકેશન જાહેર કરાયું નથી. જેના કારણે ઉદ્યોગમાં અસમંજસની સ્થિતી છે અને આ જોઈને અમેરિકાએ પણ જેમ્સ એન્ડ જ્વેલરી ( gems and jewelry ) સહિત ઇ કોમર્સ પર વેચાતી વસ્તુઓ પર 25 ટકા જેટલો ટેક્સ લગાવ્યો હતો. જેના કારણે ભારત સરકાર અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ પિટિશન દાખલ કરી હતી અને દલીલો રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી
કઈ વસ્તુઓ પર લગાવવામાં આવ્યો હતો ટેક્સ
United States Trade Representative ( USTR ) દ્વારા ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતથી અમેરિકા નિકાસ થતાં જેમ્સ એન્ડ જ્વેલરી ( gems and jewelry ) ની 17 ચીજવસ્તુઓ પર 25 ટકા જેટલો ડિજિટલ સર્વિસ ટેક્સ ( Digital service tax ) વસૂલવાનો નિર્ણય કર્યો હતો. આ 17 ચીજવસ્તુમાં પ્રિસિયસ અને સેમિપ્રિસિયસ સ્ટોન્સ, સિન્થેટિક અથવા રિકન્સ્ટ્રક્ટ થયેલા હીરા, ચાંદીના ઝવેરાત, ગોલ્ડ નેકલેસ અને ડાયમંડ જ્વેલરીનો સમાવેશ થતો હતો. જેથી જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સીલ ( Gem Jewelry Export Promotion Council ) સહિત ડાયમંડ જ્વેલરીના સંગઠનો તથા ઉદ્યોગકારો અને ભારત સરકાર દ્વારા ઓનલાઈન પીટીશન ( online petition ) દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - સુરતમાં રત્ન કલાકારોનો વિરોધ, એસએમસીની ટીમ ડાયમંડ ફેક્ટરી બંધ કરવામાં નિષ્ફળ ગઈ
500થી વધુ gems - jewelry ની ઓફિસો બંધ થઈ જશે
દલીલોમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કરબોજથી ભારત ઉપરાંત અમેરિકામાં સ્થાયી થયેલા 500થી વધુ gems - jewelry ની ઓફિસો બંધ થવાની તથા તેની સાથે સંકળાયેલા હજારો લોકો બેરોજગાર બની જવાની ચિંતા વ્યક્ત કરાઇ હતી. જેને પગલે United States Trade Representative ( USTR ) દ્વારા 25 ટકા ટેક્સના નિર્ણય પર ફેરવિચારણા કરવાના હેતુથી હાલ અમેરિકાએ આ નિર્ણય 180 દિવસ માટે ટાળી દીધો છે.
આ પણ વાંચો - સુરતઃ વિશ્વના 10 માંથી 9 હીરા કટિંગ અને પોલિશિંગ થતા વોર્ડની ચૌપાલ
ટેક્સમાં રાહત મળતા હંગામી રાહત મળી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દલીલોના કારણે આજે અમેરિકાને પોતાના નિર્ણય પર 180 દિવસ સુધી સ્ટે લગાવવો પડ્યો છે. હાલ 25 ટકા ટેક્સનું ભારણ મોકૂફ રખાયું છે. જેના લીધે ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ટ્રેડ ( online trade ) પર 2 ટકા ટેક્સ નાંખવામાં આવ્યો હતો. જેમાં હંગામી રાહત મળી છે. જોકે તેનો પરિપત્ર અત્યાર સુધી જાહેર થયો નથી. જે ઝડપથી જાહેર કરવાની રજૂઆત ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - ડ્રાઈવર્સ બન્યા રત્ન કલાકાર, આવકમાં થયો 2થી 3 ગણો વધારો
350થી વધુ કંપનીઓ અમેરિકામાં gems - jewelry એક્સપોર્ટ કરે છે
ઉલ્લેખનીય છે કે, સુરતમાં તૈયાર થતાં gems - jewelry પૈકી 50 ટકા અમેરિકામાં વેચાય છે. અંદાજે 6 હજાર કરોડના gems - jewelry અમેરિકામાં એક્સપોર્ટ થાય છે વરાછા અને કતારગામની 350થી વધુ કંપનીઓ ડાયરેક્ટ અમેરિકામાં gems - jewelry export કરે છે. મહિને 250થી 300 કરોડનું એક્સપોર્ટ આ કંપનીઓ કરે છે.