ETV Bharat / city

3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં સુરત કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, આરોપીને સજા-એ-મોત - rape case

સુરતઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં દુષ્કર્મ કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના એક વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા ચકચારી પ્રકરણમાં સુરત એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ફક્ત આઠ મહિનામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કૃત્ય કરનારા નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા
author img

By

Published : Jul 31, 2019, 5:59 PM IST

Updated : Jul 31, 2019, 6:11 PM IST

14 ઓક્ટોબરે સુરતના એક વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરીને થેલીમાં નાખી ગયેલા આરોપી અનિલ યાદવને બુધવારે સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર સ્પીડ ટ્રાયલ માટે આદેશ કર્યા હતા. આ ઘટના બાદ આરોપી અનિલ યાદવ બિહારના બક્સર નાસી છૂટ્યો હતો અને પોલીસે તેના ઘરથી બાર કિલોમીટર દૂર મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાના ગુનાની કબુલાત કરતાં જણાવ્યું કે, બાળકી સાથે આ અપરાધ કરતાં પહેલા તે પોતાના મોબાઇલમાં અશ્લિલ ફિલ્મો જોઇ રહ્યો હતો. તે દરમિયાન બાળકી તેના રૂમમાં આવી જતાં જધન્ય અપરાધને અંજામ આપ્યો હતો. અનિલે વધુમાં જણાવ્યું કે, દુષ્કર્મ આચર્યા બાદ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી.

સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થઈ ગઈ છે, ત્યારે સુરતમાં પ્રથમ વાર દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં કોર્ટે આરોપી અનિલ યાદવને ફાંસી ફટકારી કેસને રેર ઓફ દી રેર ગણાવ્યો છે. આ અંગે એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી. એસ. કાલાએ આરોપીને કેપિટલ પનીશમેન્ટની સજા ફટકારતા કહ્યું હતું કે, નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. સુપ્રીમ કોર્ટ પણ નિર્ભયા કેસ બાદ હત્યા અને દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરી છે, ત્યારે હાલના આરોપી માટે મોત સિવાય બીજી કોઈ સજા હોઈ શકે નહીં.

સુરતમાં ચકચાર મચાવનારી આ ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હતો અને પોલીસે તેના મિત્રના ઘરેથી ધરપકડ કરી હતી. આ કેસમાં નજરે જોનારા કોઇ સાક્ષી નહીં હોવાને કારણે પોલીસે સાયોગિક પુરાવાને આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કુલ 35 સાક્ષીઓ હતા. પોલીસે FSLનો રિપોર્ટ, ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, બાળકીના પિતાનું નિવેદન, પાલેજ સ્ટેશનના CCTV ફુટેજ અને આરોપીની કોલ ડિટેલને આધારે બનાવી કોર્ટમાં એક જ મહિનામાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ સમગ્ર પુરાવાને આધારે કોર્ટે આઠ મહિનામાં જ ફાંસીની સજા ફટકારી ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો હતો.

Intro:સુરત : લીંબાયાતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર ચકચારી પ્રકરણમાં આજે સુરતની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા નરાધમ ને ફાંસી ની સજા ફટકારવામાં આવી છે. ઘટનાના ફક્ત 9 મહિનામાં આજે જઘન્ય કૃત્ય માટે અપરાધી ને સજા ફટકારવામાં આવી છે.

Body:14 ઓક્ટોબર ના દિવસે લીંબાયતમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય બાદ હત્યા કરી તેને થેલીમાં નાખી નાસી ગયેલા આરોપી અનિલ યાદવને આજે સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.આ કેસમાં સરકારે સ્પીડ ટ્રાયલ માટે આદેશ કર્યા હતા.

સુરતમાં ચકચાર મચાવનાર નાની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરનાર શખ્સ પોતાના કારનામા ને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.પોલીસે હત્યાના છહ દિવસ પછી આરોપી અનિલ યાદવ ને બિહાર ના બકસર થી એના ઘરે થી ધરપકડ કરી હતી.આ કેસમાં નજરે જોનાર કોઈ સાક્ષી નહી હોવાને કારણે પોલીસે સાયોગિક પુરાવા ને આધાર બનાવી તપાસ શરૂ કરી હતી.પોલીસ ની તપાસ માં કુલ 35 સાક્ષીઓ હતા. પોલીસે એફએસએલ નો રિપોર્ટ,ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, બાળકીના પિતાનું નિવેદન, પાલેજ સ્ટેશન ના સીસી ટીવી ફૂટેજ,આરોપીની કોલ ડિટેલ ને આધાર બનાવી કોર્ટમાં એક મહિનામાં ચાર્જસીટ રજૂ કરી દીધી હતી.

બાળકી સાથે પાશવી બળાત્કાર અને હત્યા કરી આરોપી અનિલ યાદવ બિહારના બકસર ભાગી ગયો હતો.પોલીસે તેના ઘર થી બાર કિલોમીટર દૂર મિત્રના ઘરેથી અનિલ ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરી હતી.અનિલે પોતાના ગુનાની કબૂલાત કરતા જણાવ્યુ હતુ કે બાળકી સાથે જઘન્ય અપરાધ કરતા પહેલા તે પોતાના મોબાઈલમાં અશ્લીલ ફિલ્મો જોઈ રહ્યો હતો. અનિલે પોલીસ ને જણાવ્યુ હતુ કે લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.અનિલે પોલીસને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે તે ઘરે હતો અને પોતાના મોબાઈલમાં અશ્લીલ વિડીયો જોતો હતો તે દરમ્યાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ભોગ બનનાર બાળકી તેના રૂમમાં આવી જતા તેને આ જઘન્ય અપરાધ ને અંજામ આપી તેની હત્યા કરી નાખી હતી. અને પોલીસને ચકમો આપી ટ્રેનથી બિહાર ખાતે પોતાના મિત્ર વિનોદના ઘરે છુપાઈ ગયો હતો.

Conclusion:કોર્ટે પણ ઘટના ની ગંભીરતા ને લઈ ફક્ત આઠ મહિનામાં કેસનો ચુકાદો આપી ને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
Last Updated : Jul 31, 2019, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.