સુરત: લીંબાયત સ્થિત ગણેશ નગર પાસે મેઈન રોડ ડિવાઈડર નજીક પડેલા કચરામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે (Surat police)ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. સુરતના લીંબયાત ગણેશ નગર 1 પાસે કંઠી મહારાજથી રામ મંદિર તરફ જવાના મેઈન રોડના ડીવાઈડર પાસે પડેલા કચરામાંથી એક નવજાત શિશુ ગર્ભનાળ (Newborn with umbilical cord)સાથે મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળામાંથી લોકોએ આ બનાવની જાણ 108 અને પોલીસને કરી હતી બનાવની જાણ થતા પોલીસ કાફલો(Surat police convoy) ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108ની ટીમે તપાસ કરતા જન્મતા વેત જ બાળકીને ત્યજી દેવામાં આવી હતી અને મૃત હાલતમાં હતું.
આ પણ વાંચો: પાટણમાં હારીજના માલસુંદમાંથી ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું
ત્યજી દેનાર વ્યક્તિ સામે ફિટકાર
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજી તરફ ત્યાં હાજર લોકોએ બાળકીને ત્યજી દેનાર વ્યક્તિ સામે ફિટકાર વરસાવી હતી. આ મામલે પોલીસે હાલ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ પણ વાંચો: Abandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પાસે નવજાત શિશુ મળી આવ્યું