- ભૂખી નદીમાંથી 37 વર્ષીય યુવકની મળ્યો મૃતદેહ
- માછલી પકડવા જતાં ડૂબી ગયો હોવાનું અનુમાન
- પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે
સુરતઃ જિલ્લામાં માંગરોળ તાલુકાના વાંકલ વેરાવી ફળિયા નજીક આવેલી ભૂખી નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનાતી સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો. આ યુવક મૂળ ઉમરપાડા તાલુકાના ઉંમરજર ગામનો વતની અને વાંકલના ઝરણી ગામના નિશાળ ફળિયામાં રહેતા અને કડીયાકામ કરતા 37વર્ષીય નિતેશ ચૌધરી ગામમાં ઘર જમાઈ તરીકે પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો.
ભૂખી નદીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
નિતેશ ચૌધરી 16 જૂન બુધવારે સવારે કામ માટે ઘરેથી નીકળ્યો હતો, ત્યારે સાંજ થઈ ગઈ છતાં ઘરે નહીં આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. બાદમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે 17 જૂન ગુરુવારે વેરાવી ફળિયાના સ્મશાન નજીકથી પસાર થતી ભૂખી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા મૃતદેહને બહાર કાઢી માંગરોળ પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત
પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે
માંગરોળ પોલીસ દ્વારા યુવકના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવક માછલી પકડવા નદીમાં જતા ડૂબી ગયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. યુવકના મુત્યુનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ આવશે પછી જ ખબર પડશે.