સુરતઃ ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં આશરે 90-95 ટકા હીરા પોલીશ અને મેન્યુફેક્ચર થાય છે. દુનિયામાં વેચાતા હીરાઓમાં 80 ટકા હીરાઓ સુરતમાં પોલીશ થયેલા હોય છે. અમેરિકા ચીન હોંગકોંગ દુબઈ જેવા દેશોમાં સુરતથી પોલીસ થયેલા ડાયમંડ એક્સપોર્ટ થાય છે. માત્ર ચીન અને હોંગકોંગ થી 40 થી 45 ટકાનો વેપાર સુરત થી થાય છે.
જો સુરત હીરા ઉદ્યોગમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉમેરાઈ જાય તો ધંધો બમણો થઈ જાય એમ છે. નિષ્ણાતો માને છે કે, એક્સપોર્ટ ત્રણ લાખ કરોડ ઉપર પહોંચે તો સ્થાનિક સ્તરે કેટલી બધી રોજગારીની તકો ઊભી થશે. સુરતના ડાયમંડ મેન્યુફેક્ચરિંગ તરીકે પ્રખ્યાત હતું, પરંતુ હવે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ તરીકે પણ ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યું છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં વેલ્યુએડિશન સાથે અગ્રેસર રહેવાથી આવનાર દિવસો હીરા ઉદ્યોગ માટે સુવર્ણકાળ રહેશે અને ભવિષ્યમાં સુરતને ક્યારે કોઈ મુશ્કેલી પડશે નહીં.
જેથી સુરત હીરા બુર્સનું કામ કામ ખૂબ જ ઝડપભેર ચાલી રહ્યું છે, ભવિષ્યમાં એવી સ્થિતિ હશે કે, જેમ એન્ડ જવેલરી પ્રદર્શનમાં ભાગ લેવા માટે લાંબી લાઈનો લાગી હશે. સુરત હીરાનુ સૌથી મોટુ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર હોવા છતાં સુરતમાં એક્ઝિબિશન કેમ નહીં એવી લાગણી તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હતી અને તે ઉણપ દૂર કરવા માટે સ્પાર્કલ પ્રદર્શનો શરૂ કરાયા હતા.
વર્તમાન સમયમાં સુરતના હીરા ઉદ્યોગનો એક્સપોર્ટ વાર્ષિક 1.50 લાખ કરોડનો છે. અને સુરત ડાયમંડ બુર્સના બની ગયા બાદ આ આંકડો વધી જશે. તેમજ ખરીદ-વેચાણમાં પણ ફાયદો થશે. આ પ્રોજેક્ટ શરૂ કરવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાય છે. જેથી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. સાથે જ રશિયા, ચીન સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ હાજર રહે તેવી શક્યતા છે.