સુરત રાજ્યમાં હવે દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતમાં એક અલગ પ્રકારનો ચોર સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. આ ચોર જેગુઆર અને ઓડી જેવી લક્ઝરી કારની દિલ્હી, બેંગ્લોર અને પંજાબ, બિહાર સહિત અન્ય રાજ્યોમાં ચોરી કરનાર હાઈ પ્રોફાઈલ ચોરની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેની પાસેથી એક પિસ્તોલ પણ પોલીસને મળી આવી હતી. આ ઈરફાન ઉર્ફે ઉજાલે ચોર મૂળ બિહારના વતની છે અને ત્યાં ગરીબોને મદદ (Crime case in Surat) કરવાના કારણે રોબિન હુડ તરીકે ઓળખાય છે.
શું હતી સમગ્ર ઘટના સુરતના ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાં તારીખ 27મીના રોજ દાગીના ચાંદીના વાસણો, રોકડ અને મોંઘા બુટ સહિતની ચોરી થઈ હતી. અજાણ્યો શખ્સો સોના ચાંદીના દાગીના મળી કુલ 6.61 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવવામાં તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મદનપુરા શાકભાજી માર્કેટ પાસેથી મૂળ બિહારના જોગીયા ગામના વતની મોહમ્મદ ઈરફાન ઉર્ફે ઉજાલે મોહમ્મદ અખ્તર શેખ હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ ગુલામ રસુલ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી એક ફોરવીલ, દેશી હાથ બનાવટની પિસ્ટલ, મોબાઈલ ચાંદીના વાસણો, રોકડા રૂપિયા મળી કુલ 5.13 લાખની મતા કબજે કર્યો હતો.
આ પણ વાંચો આ 'મર્દાની' સામે બધા 'પુષ્પારાજ' થઈ જાય છે ફેલ
2017માં ઇરફાન દિલ્હી પોલીસને હાથે આરોપીઓની પૂછપરછમાં (Crime rate in Gujarat) પોલીસને જાણવા મળ્યું હતું કે, પોતે વતન ખાતેથી પિસ્તોલ ખરીદીને ગુજરાતમાં અમદાવાદ, બરોડા, અને સુરત ખાતે રાત્રિના સમયે પોતાની ફોરવીલ મોબાઇલમાં ગુગલ મેપ પર VIP એરિયાની રેકી કરી બંદ મકાનમાં ઘૂસીને રોકડ, સોના ચાંદી દાગીનાની ચોરી કરતા હતા. પોતે ચોરી દરમિયાન કોઈ જાગી જાય તો તેને ગભરાવવા માટે લોડેડ પિસ્તોલ સાથે રાખતા હતા. આરોપીની કબૂલાતના પગલે પોલીસ ઉમરા અને DCB મથકમાં નોંધાયેલા ગુનાનો વેદુકેલી કાઢ્યો હતો.
આ પણ વાંચો મધ્યપ્રદેશથી ચોરી કરવા આવતી રંગીન મિજાજી ચોર ગેંગ ઝડપાઇ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી
વધુમાં જાણવા મળ્યું હતું કે, મોહમ્મદ ઈરફાન ઉજાલે મોહમ્મદ અકબર શેખ સામે ભૂતકાળમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બેંગલોર, પંજાબ, જાલંધર બિહાર કુલ 15 જેટલા ગુના નોંધાયેલા હતા. વર્ષ 2017માં ઇરફાન દિલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો, ત્યારે તેના કારનામાની (Theft case in Surat) ખબર પડી હતી. મોંઘા શોક અને ગર્લફ્રેન્ડ રાખતા ચોરે ગામમાં છોકરીઓના લગ્ન, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રીપેર, સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક (Luxury car theft in Gujarat) મદદ કરી હોય ને ત્યાં વીકે ઓળખાય છે એટલું જ નહીં પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય પણ હતા.