સુરત : પાંડેસરામાં નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો, કોબ્રા અને રોલર બીયર પેપર વેચનારા 2 ને પોલીસે (Crime News in Surat ) પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 8400 રૂપિયાની મતા કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને આરોપી યુપીના રહેવાસી
પાંડેસરા પોલીસે બાતમીના આધારે આશાપુરી સોસાયટી પાસેથી લલનભાઈ શિવનંદન યાદવ તથા ગોવર્ધન ગૌરાંગચરણ નાયક નામના બે ઇસમોને ઝડપી (Crime News in Surat ) પાડ્યાં હતાં. પોલીસે તેઓની પાસેથી 9 બોક્સ કોબ્રા પેપર, તથા રોલર બીયર પેપરનો જત્થો મળી કુલ 8400ની મતા કબજે કરી હતી.
સ્ટીકો લુધિયાણાથી મંગાવતા હતાં
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન (No Drugs in Surat City Campaign) હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પાનના ગલ્લા સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા (Crime News in Surat ) હતાં. આરોપીઓ પાસેથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો, કોબ્રા અને રોલર બીયર પેપર કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓ આ સ્ટીકો લુધિયાણાથી મંગાવતા હતાં.
આ પણ વાંચોઃ Honey trap case: રાજકોટમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો, એક મહિલા સહિત ત્રણની ધરપકડ
સ્ટીકની અંદર ગાંજો કે નશીલા પદાર્થ
આરોપીઓ એક સ્ટીકના 15 રૂપિયા વસુલતા હતાં. આ સ્ટીકની અંદર ગાંજો કે નશીલા પદાર્થ નાખી સિગારેટની જેમ સેવન કરતાં હતાં. નશાખોરો એક કોબ્રા અને ગોગો પેપર્સના 20 રૂપિયા અને એક રોલર બિયરના 10 રૂપિયામાં વેચાણ કરતાં હતાં. પોલીસે 9 બોક્સ કોબ્રા પેપર્સના, રોલર બિયરના 1 બોક્સ મળી 8400નો મુદામાલ કબજે (Crime News in Surat ) કર્યો છે.
આ પણ વાંચોઃ Arrested for selling e cigarettes : સુરતમાં ઇલેક્ટ્રિોનિકની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરનારની ધરપકડ