ETV Bharat / city

સુરત સહિત રાજ્યની 6 મહાનગર પાલિકામાં સી. આર. પાટીલે વર્ચ્યુઅલ સભા સંબોધી - સુરત મહાનગર પાલિકાનાં સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર-પ્રસાર અંતિમ તબક્કામાં છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુરતમાં વર્ચ્યુઅલ સભાને સંબોધી હતી.

સુરત સહિત રાજ્યની 6 મહાનગર પાલિકામાં સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સભા સંબોધી

author img

By

Published : Feb 19, 2021, 3:38 PM IST

  • રાજ્યની 6 મહાનગરપાલિકાઓનાં 144 વૉર્ડમાં વર્ચ્યુઅલ સભા સંબોધી
  • 120 બેઠકો પર કબ્જો જમાવવા 120 રંગબેરંગી બલૂન હવામાં તરતા મૂકીને સંકલ્પ લેવાયો
  • ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામોની વિશેષ ચર્ચા પર ભાર મૂક્યો

સુરત : SMC એટલે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ પ્રચાર-પ્રસાર અંતિમ ચરણમાં પહોંચ્યું છે. મહાનગરપાલિકાની તમામ બેઠકો પર કબ્જો જમાવવા અને ઉમેદવારોને જીતાડવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા વર્ચ્યુઅલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના શાસનમાં ગત 25 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કામો અંગે પાટીલે સભાને સંબોધી હતી. આ સાથે જ રામ મંદિર નિર્માણ સહિતના મુદ્દાઓ પર તેમણે પોતાની વર્ચ્યુઅલ સભામાં ચર્ચા કરી હતી. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પર કબ્જો જમાવવા 120 રંગબેરંગી બલૂન હવામાં તરતા મૂકીને સંકલ્પ લેવામાં આવ્યો હતો.

6 મહાનગરપાલિકાઓનાં 144 વૉર્ડમાં વર્ચ્યુઅલ સભા સંબોધવામાં આવી

સી. આર. પાટીલે અડાજણ સ્થિત SMC પાર્ટી પ્લોટ ખાતેથી વર્ચ્યુલ સભા યોજી હતી. રાજ્યની 6 મહાનગર પાલિકાઓનાં 144 વૉર્ડમાં વર્ચ્યુઅલ સભા સંબોધવામાં આવી હતી. સંબોધન દરમિયાન સી. આર. પાટીલે ગત 25 વર્ષ દરમિયાન ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામોની ચર્ચા પર વિશેષ ભાર મૂક્યો હતો. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને મક્કમતાથી જોડાઈ જવા માટે પણ પાટીલે આહવાન કર્યુ હતું. સુરતની તમામ 120 બેઠકો પર જીતનો લક્ષ્યાંક સી. આર. પાટીલે રાખ્યો છે અને કાર્યકર્તાઓને પણ આ બેઠકો પર કબ્જો જમાવવા માટે પૂરી તાકાતથી કામ કરવા સૂચન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.