ETV Bharat / city

નવી સદીના સ્માર્ટ ચોર, યુ ટ્યુબ પર વીડિયો જોઈ કરી 17 લાખના હીરાની ચોરી - diamond

સુરત: કાપોદ્રામાં મોહનનગર ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-1માં જાનવી જેમ્સ નામના હીરાના કારખાનામાં 4 એપ્રિલે તિજોરી કાપીને 17 લાખ રૂપિયાના હીરા ચોરનાર ટોળકીના બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 17 લાખના હીરા કબજે કરીને તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 2:48 AM IST

Updated : Apr 17, 2019, 3:03 AM IST

ચોરોએ એક ફિલ્મી સ્ટાઈલમાં આવી કાપોદ્રા વિસ્તારમાં 17 લાખના હીરાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તિજોરી કેવી રીતે તોડવી તેની માહિતી તેઓ યુ ટ્યુબ પર મેળવતા હતા અને યુ ટ્યુબ પર વિડીયો જોઈ ઘટનાને અંજામ આપતા હતા. 17 લાખના હીરા ચોરી આ બંને ચોરો ધૂમ સ્ટાઈલમાં ગાયબ થઇ ગયા હતા. પરંતુ સુરત પોલીસે આખરે તેઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

17 લાખ રૂપિયાના હીરા ચોરનાર ટોળકીના બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપ્યા

મોટા વરાછા ખાતે સિલ્વર મેગ્જીમામાં રહેતા કિર્તીભાઈ રામજી ભીકડિયા હીરાનો વ્યવસાય કરે છે. તેમનું કાપોદ્રામાં ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-1માં જાનવી જેમ્સના નામે હીરાનું કારખાનું છે. 5 એપ્રિલે સવારે કિર્તી ભીકડિયા અને કારીગરો તથા મેનેજરો કારખાને પહોંચ્યા ત્યારે ચોરી વિશે ખબર પડી હતી. તસ્કરોએ રાત્રિ દરમિયાન કારખાનાના ગ્રીલના ત્રણ દરવાજા,લાકડાના દરવાજાના નકુચા તોડીને કારખાનામાં પ્રવેશ કર્યો હતો.

કારખાનામાં ઘુસીને તસ્કરોએ તિજોરીને પાછળના ભાગેથી કટરથી કાપીને તેમાંથી પ્લાસ્ટીકની ડબ્બીઓમાંથી 17 લાખ રૂપિયાની કિંમતના 4500 કેરેટના કાચા તથા તૈયાર હીરા ચોરી કર્યા હતા. ચોરાયેલા હીરાની કિંમત 17 લાખ રૂપિયા હતી. કિર્તી ભીકડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારખાનાની બહાર થોડા અંતરે એક બીજા કારખાના પાસે લાગેલા સીસીટીવી કેમેરાના આધારે કાપોદ્રા પોલીસે ટોળકી પૈકી બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે તમામ 11 લાખના હીરા કબજે કરીને કાપોદ્રા પોલીસે મોટી સફળતા મેળવી છે.

ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપીઓએ સૌ પ્રથમ એમ્બ્રોડરી કારખાનાની બાજુમાં આવેલા હીરાના કારખાનાને ટાર્ગેટ કરતા હતા જેથી કોઈ અવાજ ના સંભળાય.. આ ઉપરાંત તિજોરી કેવી રીતે તોડવી તેની માહિતી તેઓ યુ ટ્યુબ પર મેળવતા હતા અને યુ ટ્યુબ પર વિડીયો જોઈ ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા કાપોદ્રા અને દામનગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

Intro:Body:

નવી સદીના સ્માર્ટ ચોર, યુ ટ્યુબ પર વિડીયો જોઈ કરી 17 લાખના હીરાની ચોરી

સુરત: કાપોદ્રામાં મોહનનગર ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-1માં જાનવી જેમ્સ નામના હીરાના કારખાનામાં 4 એપ્રિલે તિજોરી કાપીને 17 લાખ રૂપિયાના હીરા ચોરનાર ટોળકીના બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તમામ 17 લાખના હીરા કબજે કરીને તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. 

ચોરોએ એક ફિલ્મી સ્ટાઈલમાં આવી કાપોદ્રા વિસ્તારમાં 17 લાખના હીરાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.તિજોરી કેવી રીતે તોડવી તેની માહિતી તેઓ યુ ટ્યુબ પર મેળવતા હતા અને યુ ટ્યુબ પર વિડીયો જોઈ ઘટનાને અંજામ આપતા હતા.17 લાખના હીરા ચોરી આ બંને ચોરો ધૂમ સ્ટાઈલમાં ગાયબ થઇ ગયા હતા પરંતુ સુરત પોલીસે આખરે તેઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે

મોટા વરાછા ખાતે સિલ્વર મેગ્જીમામાં રહેતા કિર્તીભાઈ રામજી ભીકડિયા હીરાનો વ્યવસાય કરે છે. તેમનું કાપોદ્રામાં ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-1માં જાનવી જેમ્સના નામે હીરાનું કારખાનું છે. 5 એપ્રિલે સવારે કિર્તી ભીકડિયા અને કારીગરો તથા મેનેજરો કારખાને પહોંચ્યા ત્યારે ચોરી વિશે ખબર પડી હતી. તસ્કરોએ રાત્રિ દરમિયાન કારખાનાના ગ્રીલના ત્રણ દરવાજા,લાકડાના દરવાજાના નકુચા તોડીને કારખાનામાં પ્રવેશ કર્યો હતો. 

કારખાનામાં ઘુસીને તસ્કરોએ તિજોરીને પાછળના ભાગેથી કટરથી કાપીને તેમાંથી પ્લાસ્ટીકની ડબ્બીઓમાંથી 17 લાખ રૂપિયાની કિંમતના 4500 કેરેટના કાચા તથા તૈયાર હીરા ચોરી કર્યા હતા. ચોરાયેલા હીરાની કિંમત 17 લાખ રૂપિયા હતી. કિર્તી ભીકડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારખાનાની બહાર થોડા અંતરે એક બીજા કારખાના પાસે લાગેલા સીસીટીવી કેમેરાના આધારે કાપોદ્રા પોલીસે ટોળકી પૈકી બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે તમામ 11 લાખના હીરા કબજે કરીને કાપોદ્રા પોલીસે મોટી સફળતા મેળવી છે. 

ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપીઓએ સૌ પ્રથમ એમ્બ્રોડરી કારખાનાની બાજુમાં આવેલા હીરાના કારખાનાને ટાર્ગેટ કરતા હતા જેથી કોઈ અવાજ ના સંભળાય.. આ ઉપરાંત તિજોરી કેવી રીતે તોડવી તેની માહિતી તેઓ યુ ટ્યુબ પર મેળવતા હતા અને યુ ટ્યુબ પર વિડીયો જોઈ ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા કાપોદ્રા અને દામનગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.  

Conclusion:
Last Updated : Apr 17, 2019, 3:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.