- સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો
- આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાંદેરમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો
- પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
સુરતઃ શહેરમાં કોરોના વાઇરસના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મનપા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટેસ્ટની સંખ્યા છે. તે વધારી દેવામાં આવી છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાંદેરમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 3 વ્યક્તિઓના સેમ્પલ ફેબ્રુઆરીમાં પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પૂણેની લેબોરેટરીમાં આ ત્રણેય લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ
આ ઉપરાંત સૌથી મહત્વની વાત છે કે, આ ત્રણેયના સેમ્પલમાં બ્રિટનનો નવો સ્ટ્રેઇન જોવા મળ્યો હતો. નવો સ્ટ્રેઇન આવતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી અને ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના અલાયદું વૉર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ત્રણેયની કોઈપણ પ્રકારની ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી ધરાવતા તેમ છતાં સંક્રમણના કારણે આ સ્ટ્રેઇન તેઓમાં આવ્યો હોવાની વાત માનવામાં આવી રહી છે.